Bajaj Electricals Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં 34 ટકા વધ્યો નફો, 4 રૂપિયાના ડિવિડન્ડની કરી જાહેરાત - Bajaj Electricals Q4 Result: Profit increased by 34 percent in March quarter, announced a dividend of Rs 4 | Moneycontrol Gujarati
Get App

Bajaj Electricals Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં 34 ટકા વધ્યો નફો, 4 રૂપિયાના ડિવિડન્ડની કરી જાહેરાત

માર્ચ ક્વાર્ટરમાં Bajaj Electricalsનો નેટ પ્રોફિટ 34.08 ટકા વધીને 51.85 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 38.67 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીના બોર્ડે 200 ટકાના ફાઈનલ ડિવિડન્ડની ભલામણ કરી છે.

અપડેટેડ 06:02:49 PM May 23, 2023 પર
Story continues below Advertisement

બજાજ ઇલેક્ટ્રિકલ્સ (Bajaj Electricals)એ આજે મંગળવારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં પરિણામજી જાહેરાત ખરી દીધી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 34.08 ટકા વધીને 51.85 કરોડ રૂપિયા થયો છે. ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને 38.67 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીએ બોર્ડએ 200 ટકાના ફાઈનલ ડિવિડેન્ડની ભલામણી કરી છે. શેરધારકોને નાણાકીય વર્ષ 2022-23માં 2 રૂપિયાની ફેસ વેલ્યૂ પ્રત્યેક શેર પર 4 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યો છે.

કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

બજાજ ઇલેક્ટ્રિકલ્સે કહ્યું છે કે કંપનીનું ઑપરેશનથી થવા વાળા રાજસ્વ વધીને 1473.54 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જો માર્ચ 2022 ક્વાર્ટરમાં 1293.26 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન કુલ ખર્ચ 1442.73 કરોડ રૂપિયા રહ્યા છે, જો એક વર્ષ પહેલા આ સમય ગાળામાં 1299.61 કરોડ રૂપિયા હતો. બજાજ ઇલેક્ટ્રિકલ્સની કુલ આવક માર્ચ 2023 ક્વાર્ટરમાં 12.3 ટકા વધીને 1522.11 કરોડ રૂપિયા થઈ ગઈ છે.


અલગ-અલગ સેગમેન્ટના કેવા રહ્યા પ્રદર્શન

કંપનીના કંઝ્યૂમર પ્રોડક્ટ સેગમેન્ટથી રાજસ્વ ક્વાર્ટરમાં 8.64 ટકા વધીને 986.53 કરોડ રૂપિયા રહ્યા છે. એક વર્ષ પહેલા તે 907.99 કરોડ રૂપિયા હતો. લાઈટિંગ સૉલ્યૂશન સેગમેન્ટમાં Q4 FY22માં 302.30 કરોડ રૂપિયા કરતા 305.44 કરોડનો રાજસ્વ દર્જ કર્યો છે.

એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કંસ્ટ્રક્શન (EPC)થી રાજસ્વ નાણાકીય વર્ષ 23 ના ચોથા ક્વાર્ટરમાં 59.75 ટકાથી વધીને 198.14 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 23માં ઑપરેશનથી કંસોલિડેટેડ રાજસ્વ 5339.69 કરોડ હતો, જો ગત નાણાકીય વર્ષની સરખામણીમાં 12.94 ટકા વધું છે.

Bajaj Electricalsમાં 1.64 ટકાની તેજી

Bajaj Electricalsના શેરોમાં આજે 1.64 ટકાની તેજી જોવા મળી છે. આ સ્ટૉક NSE પર 1221 રૂપિયાના ભાવ પર બંધ છે. આ સ્ટૉકે છેલ્લા એક મહિનામાં 13 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર 23 ટકા વધી ગયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 23, 2023 6:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.