બેન્કે શુક્રવારે બજાર બંધ થયા બાદ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો વધ્યો છે. જ્યારે 290.6 કરોડ રૂપિયાથી વધીને 732.7 કરોડ રૂપિયા પર પહોંચ છે. જોકે, બજારને તે વધીને 789.3 કરોડ રૂપિયા થવાની અપેક્ષા હતી.
એનઆઈઆઈ એટલે કે વ્યાજથી આવક 2,080.4 કરોડથી વધીને 2,525.4 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન 21 ટકાનો વધારો થયો છે. બજારને તે વધીને 2,542.6 કરોડ રૂપિયા થવાની અપેક્ષા હતી.
બંધન બેન્કના શેરનું પ્રદર્શન શુક્રવારે શેર એક ટકા વધીને 216 રૂપિયના ભાવ પર બંધ થયો હતો. તે એક સપ્તાહમાં 3 ટકા, એક વર્ષમાં 10 ટકા ઘટ્યો છે. તે ત્રણ વર્ષમાં 34 ટકા ઘટ્યો છે.