Bank of Baroda Q3 results: પબ્લિક સેક્ટરના લેન્ડર બેન્ક ઑફ બરોડાએ આજે 31 જાન્યુઆરીએ નાણાકીય વર્ષ 2024ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજૂ કર્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 18.9 ટકાથી વધીને 4,579.33 કરોડ રૂપિયા પર રહ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 3,852.7 કરોડ રૂપિયાનો નફો થયો હતો. પરિણામો વચ્ચે બેન્કના શેરોમાં 5 ટકાનો જોરદાર વધારો આવ્યો છે. આ સ્ટૉક 249.35 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે.
કેવા રહ્યા Bank of Barodaના ક્વાર્ટર પરિણામ
બેન્કે 666.3 કરોડ રૂપિયાનું પ્રોવિઝન કર્યા, જે વર્ષના આધાર પર રિપોર્ટ કર્યા 2404 કરોડ રૂપિયા અને ગયા ક્વાર્ટરમાં 2160.6 કરોડ રૂપિયાથી ઘણી ઓછી છે. કૉસ્ટ ટૂ ઇનકમ રેશ્યોમાં વર્ષના આધાર પર 123 આંકડાનો ઘટાડો જોવા મળ્યો છે, જે ડિસેમ્બર 2023ના સમાપ્ત થવા વાળા નવ મહિના માટે 47.13 ટકા સુધી પહોંચી ગઈ છે.
બેન્કના ગ્લોબલ નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં ક્વાર્ટરના આધાર પર 3 બેસિસ પ્વાઈન્ટનો સુદાર થયો છે, જો કે Q3FY24માં 3.10 ટકા હતો, જ્યારે Q2FY24માં તે 3.07 ટકા હતો. 9MFY24ના માટે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 3.14 ટકા રહ્યો છે. બેન્કે 31 ડિસેમ્બર 2023 સુધી 133 ટકા પર એક હેલ્દી લિક્વિડિટી કવરેઝ રેશ્યો બનાવી રાખી છે. બેન્ક ઑફ બરોડાના ગ્લોબલ એડવાન્સમાં Q3FY24માં વર્ષના આધાર પર 13.6 ટકાનો વધારો દર્જ કર્યો, જે કે મજબૂત લોન બુક ગ્રોથને કારણે છે.