બેન્ક ઑફ બરોડાએ કહ્યુ કે બેન્કના નેટ એનપીએ રેશ્યો Q4FY22 માં 1.72 ટકાની તુલનામાં Q4FY23 માં 0.89 ટકાના રેકૉર્ડ નિચલા સ્તર પર છે.
Bank of Baroda Q4 Result: પબ્લિક સેક્ટરના બેન્ક ઑફ બરોડા (Bank of Baroda) એ આજે 16 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી દીધી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેંડઅલોન નફો 2.7 ગણો વધીને 4775.33 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગત વર્ષની સમાન ક્વાર્ટરમાં આ આંકડા 1778.77 કરોડ રૂપિયા હતા. માર્ચ ક્વાર્ટરમાં બેન્કની નેટ ઈનકમ 11,525 કરોડ રૂપિયા પર આવી ગઈ, જે ગત વર્ષના આ ક્વાર્ટરના મુકાબલે 33.8 ટકા વધારે છે.
કેવા રહ્યા પરિણામ
FY23 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની ઑપરેટિંગ આવક 14,991 કરોડ રૂપિયા રહી. તેમા વર્ષના આધાર પર 34.6 ટકાનો વધારો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં ગ્લોબલ NIM 45 બેસિસ પોઈન્ટ વધીને 3.53 ટકા પર આવી ગઈ. જ્યારે, ડોમેસ્ટિક NIM 51 બેસિસ પોઈન્ટ વધીને 3.65 ટકા રહી.
FY23 ના ચોથા ક્વાર્ટરમાં અસેટ પર રિટર્ન (એનુઅલ) 1.34 ટકા પર આવી ગયા, જો કે FY22 ના ચોથા ક્વાર્ટરમાં 0.57 ટકા હતો. નાણાકીય વર્ષ 23 માં ઈક્વિટી પર રિટર્ન (એનુઅલ) 648 બેસિસ પોઈન્ટ વધીને 18.34 ટકા થઈ ગયા.
NPA માં સુધાર
FY23 ની માર્ચ ક્વાર્ટરમાં ગ્રૉસ NPA રેશ્યો સુધારાની સાથે 3.79 ટકા થઈ ગયો, જ્યારે Q4FY22 માં તે 6.61 ટકા હતો. બેન્ક ઑફ બરોડાએ કહ્યુ કે બેન્કના નેટ એનપીએ રેશ્યો Q4FY22 માં 1.72 ટકાની તુલનામાં Q4FY23 માં 0.89 ટકાના રેકૉર્ડ નિચલા સ્તર પર છે. બેન્કના પ્રોવિઝન કવરેજ રેશ્યો 92.43 ટકા રહ્યો. Q4FY22 માં 2.52 ટકાના મુકાબલે Q4FY23 માં સ્લિપેજ રેશ્યો ઘટીને 1.02 ટકા થઈ ગયો.
શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત
બેન્કના બોર્ડે પોતાના શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. શેરધારકોને નાણાકીય વર્ષ 2022-23 માં પ્રતિ શેર 5.50 રૂપિયાના ડિવિડન્ડ આપવામાં આવશે. આવનાર એનુઅલ જનરલ મીટિંગમાં તેની મંજૂરી આપવામાં આવશે.