હાલમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડમાં મોટા-મોટા કોર્પોરેટને વધારે વેટેજ ધરાવે છે. આ ઈન્ડેક્સમાં મર્જરનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. હજી સુધી લિસ્ટિંગમાં શું થયું અને આગળ હવે શું થવાનું છે તેના ફર નજર કરીશું. આગળ જાણકારી લઈશું ટર્ટલ વેલ્થના રોહન મહેતા અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પાસેથી.
ટર્ટલ વેલ્થના રોહન મહેતાનું કહેવું છે કે વિશ્વની 10મીં સૌથી મોટી બેન્ક બની ગઈ છે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં ડિપોઝિટ માર્કેટ શેર 4 ટકા વધશે. નાણાકીય વર્ષ 2026 સુધીમાં એડવાન્સમાં બજાર હિસ્સો 1 ટકા વધશે. આગામી 8 વર્ષ માટે ફંડ એકત્ર કરવાની જરૂર નથી. કોસ્ટ ટૂ ઈનકમ રેશિયો 30 ટકા સુધી જવાનો અંદાજ બની રહ્યો છે.
માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ડિલિસ્ટિંગ માટે તમામ લઘુમતિ શેરહોલ્ડરની મંજૂરી જરૂરી છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના 100 ઇક્વિટી સામે આઈસીઆઈસીઆઈ બેન્કના 67 ઇક્વિટી શેર મળશે. બોર્ડે આઈડીએફસી, આઈડીએફસી ફાઈનાન્સ હોલ્ડિંગના મર્જરને મંજૂરી આપી છે.
જગદીશ ઠક્કરના મતે આઈડીએફસી ફર્સ્ટ બેન્ક સાથે મર્જરને મંજૂરી આપી છે. આઈડીએફસીના 100 શેર્સ સામે આઈડીએફસી ફર્સ્ટ બેન્કના 155 શેર્સ મળશે. આઈડીએફસીના હાલના ભાવ કરતાં 16 ટકા પ્રીમિયમ બની ગયા છે. 9-12 મહિનામાં મર્જર શક્ય થઈ શકે છે. બેન્કનો ઓગસ્ટમાં MSCIમાં સમાવેશ થઈ શકે છે. 17-18 કરોડ ડૉલરનો ઈનફ્લો શક્ય છે.