કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

નેચલર ગેસમાં ઉત્તાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં શરૂઆતી કારોબારની મંદીમાં ફરી રીકવરી આવતી જોવા મળી રહી છે.

અપડેટેડ 05:54:24 PM Jul 11, 2023 પર
Story continues below Advertisement

મજબૂત રૂપિયાના કારણે સ્થાનિક બજારમાં સોનામાં રિકવરી આવતી જોવા મળી. જ્યાં સોનું પા ટકા તેજી સાથે 57780 ને પાર પહોંચતું જોવા મળ્યું. ત્યારે બીજી બાજુ વૈશ્વિક બજારમાં પણ સોનામાં અડધા ટકાની તેજી સાથે કિંમતો 1940 પાર પહોંચતી જોવા મળી.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 71,310 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંઘાઈ રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં ગઈકાલની તેજી યથાવત્ રહેતા બ્રેન્ટમાં 78 ડૉલરના સ્તરની ઉપર કામકાજ યથાવત્ છે, તો NYMEX ક્રૂડમાં પણ અડધા ટકાની તેજી સાથે 73 ડૉલરના સ્તરની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના નિર્ણયથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથે કિમતો 6045 આસપાસ જોવા મળી રહી છે.


નેચલર ગેસમાં ઉત્તાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં શરૂઆતી કારોબારની મંદીમાં ફરી રીકવરી આવતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં સવા ટકાની તેજી સાથે કિંમતો 222 ઉપર પહોંચતી જોવા મળી રહી છે.

ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ LME પર કોપરમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, તો સ્થાનિક બજારમાં પણ એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં સુધારા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

નજર કરીએ એગ્રી કૉમોડિટીના કારોબાર પર તો, ગુવાર પેકમાં આજે સારી એક્શન આવતા ગુવાર ગમના ભાવ ચાર ટકાની નીચેની તેજી તો ગુવાર સીડમાં પોણા ત્રણ ટકાથી વધુ વધતા દેખાયા, તો મલાસા પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળ્યો જ્યાં હળદરમાં પાંચ ટકાની તેજી જોવા મળી તો ધાણામાં એક ટકાની તેજી જોવા મળી. બજી બાજુ જીરામાં એક ટકા ઉપરની વેચવાલી યથાવત્ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઈસબગુલમાં પણ સારી તેજી બાદ આજે ઉપરના સ્તરે થી દબાણ બનતુ દેખાય રહ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 11, 2023 5:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.