કોમોડિટી રિપોર્ટ: આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર રહ્યું ફોકસ, સોના-ચાંદીમાં રહી તેજી
ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી મોટો ઘટાડો નોંધાયો અને પરિણામે તમામ નોન એગ્રી કૉમોડિટીના સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળ્યા, સોના-ચાંદીની ચમક વધી, તો ક્રૂડમાં બ્રેન્ટની કિંમતો 81 ડૉલરની ઉપર નીકળી અને બેઝ મેટલ્સમાં પણ સુધારો નોંધાયો છે
આ સપ્તાહે જે રીતે યૂએસમાં મોંઘવારીના આંકડા અનુમાન કરતા નબળા રહ્યા છે, જેના પગલે ડૉલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી મોટો ઘટાડો નોંધાયો અને પરિણામે તમામ નોન એગ્રી કૉમોડિટીના સેન્ટિમેન્ટ સુધરતા જોવા મળ્યા, સોના-ચાંદીની ચમક વધી, તો ક્રૂડમાં બ્રેન્ટની કિંમતો 81 ડૉલરની ઉપર નીકળી અને બેઝ મેટલ્સમાં પણ સુધારો નોંધાયો છે, હવે આગળ નોન એગ્રી કૉમોડિટીની ચાલ કેવી રહેશે અને કેવી રણનીતિ અપનાવાની રહેશે.
સોનામાં તેજીના કારણો -
અમેરિકામાં મોંઘવારી દર અનુમાનથી ઓછો રહ્યો છે. USમાં જૂન મોંઘવારી દર 3 ટકા પર રહ્યો છે. USમાં મે મહિનામાં 4 ટકા પર મોંઘવારી હતી. માર્ચ 2021 બાદથી મોંઘવારી સૌથી ઓછી રહી છે. જૂનમાં કોર મોંઘવારી દર 5 ટકાથી ઘટીને 4.8 ટકા રહ્યો છે. 14 મહિનાના નિચલા સ્તરે ડૉલર ઇન્ડેક્સમાં કારોબાર છે.
ચાંદીમાં કારોબાર -
કિંમતો વધીને 4 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી ગઈ છે. કોમેક્સ પર ભાવ 24 ડૉલરની ઉપર નીકળ્યા રહ્યા છે. સ્થાનિક બજારમાં 74000 રૂપિયાની નજીક કારોબાર નોંધાયો છે.
ચાંદીમાં તેજીના કારણો -
સપ્લાય ઘટવા સામે મજબૂત ઇન્ડસ્ટ્રીયલ માગથી સપોર્ટ મળ્યો છે. મેક્સિકોમાં માઈનિંગ ઘટવાથી સપ્લાય ઘટી રહી છે. 2023ના 4 મહિનામાં પેરૂમાં ઉત્પાદન 7 ટકા ઘટ્યું છે. ચાઈનામાં સોલાર પેનલ્સની માગમાં વધારો યથાવત્ છે.
મેટલ્સમાં કારોબાર -
આ સપ્તાહે કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી છે. LME પર ઝિંક, કોપર અને એલ્યુમિનિયમાં નોંધાયો વધારો થયો છે. એમસીએક્સ પર પણ તમામ મેટલ્સના સેન્ટિમેન્ટ સુધર્યા છે. ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે મેટલ્સને સપોર્ટ મળ્યો છે.
કોપરમાં કારોબાર -
આ સપ્તાહે વૈશ્વિક બજારમાં કિંમતો $3.7 પ્રતિ Lbsની ઉપર નીકળી છે. એક મહિનાના નીચલા સ્તરેથી કિંમતોમાં રિકવરી જોવા મળી રહી છે. એમસીએક્સ પર કિંમતો 722 રૂપિયાના સ્તરની પણ ઉપર પહોંચતી દેખાઈ હતી. સપ્લાયની ચિંતાના કારણે કિંમતોને મળ્યો સપોર્ટ છે. ચાઈના તરફથી રાહત પેકેજની આશાએ પણ ભાવ વધ્યા છે. ચીલીમાં મે મહિનામાં ઉત્પાદન 14 ટકા ઘટ્યું છે. લાસ બામ્બાસ ખાતે ઊંચા ઉત્પાદનને કારણે મે મહિનામાં ઉત્પાદન વધ્યું છે. પેરુમાં કોપરનું ઉત્પાદન 35 ટકા વધ્યું છે.
એલ્યુમિનિયમમાં કારોબાર -
વૈશ્વિક બજારમાં કિંમતો દબાણમાં દેખાઈ રહેતી છે. 9 મહિનાના નીચલા સ્તરની નજીક ભાવ પહોંચતા જોવા મળ્યા છે. વૈશ્વિક બજારમાં કિંમતો આશરે $2166 પ્રતિ ટન સુધી ઘટી રહી છે. વધુ સપ્લાય સામે માગ ઘટવાના કારણે કિંમતો પર દબાણ રહી છે. ચાઈનાની અર્થવ્યવસ્થામાં મંદીના કારણે પણ કિંમતો તૂટી ગઈ છે.
ક્રૂડમાં કારોબાર -
આ સપ્તાહે સારી એક્શન જોવા મળી છે. સપ્તાહના છેલ્લા તબક્કામાં કિંમતો 2 મહિનાના ઉપલા સ્તરે પહોંચી છે. એક દિવસમાં ભાવ 1.50 ટકા વધ્યા છે. બ્રેન્ટમાં 80 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો છે. WTI ક્રૂડમાં 76ની ઉપર કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. 1 મે બાદ પહેલીવાર બ્રેન્ટ 80 ડૉલરની ઉપર આવ્યો છે. USમાં મોંઘવારી દર ઘટવાના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં નરમાશથી પણ ભાવ વધ્યા છે. ડૉલર ઇન્ડેક્સમાં 14 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર નોંધાયો છે. બજારને ચાઈનાના અર્થવ્યવસ્થામાં સુધારાની આશા છે.