કેરીસિલ લિમિટેડના સીએમડી, ચિરાગ પારેખનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024માં ગ્રોથ 15-20 ટકા લક્ષ્યાંક હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. એબિટડા માર્જિન 20 ટકા સુધી લક્ષ્યાંક પાછા હાંસલ કરવાનો વિશ્વાસ રાખ્યો છે. નાણાકીય વર્ષ 2026માં આવક 1000 કરોડ રૂપિયાને પાર પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સ્થાનિક બિઝનેસ પાસેથી 25-30 ટકા આવક યોગદાનની અપેક્ષા રાખી છે.
ચિરાગ પારેખે આગળ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023 માટે 585-600 કરોડ રૂપિયાની આવકના વાર્ષિક ગાઈડન્સમાં ઘટાડો કર્યો છે. સ્ટેનલેસ સ્ટીલ સિંકની ઉત્પાદન ક્ષમતા 90,000 યુનિટથી 180,000 યુનિટ થઈ ગઈ છે. સંપૂર્ણ ક્ષમતા પર 80-90 કરોડ રૂપિયા આવક થવાની અપેક્ષા છે. Critical મશીનરીની ડિલિવરી માટે 3-4 મહિના જેટલો વિલંબ થયો છે.
ચિરાગ પારેખના અનુસાર એપ્લાયન્સ પર વર્તમાન ગ્રોસ માર્જિન 40 ટકા પર રહી છે, આગળ 50 ટકા થવાની અપેક્ષા રાખી છે. 10,000 યુનિટ ક્ષમતા વાળી નળની ફેક્ટરી સપ્ટેમ્બર 2023 સુધીમાં કાર્યરત થશે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે.
ચિરાગ પારેખના મુજબ કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે. અમારી કંપની કેમિકલ કંપની છે. કંપનીના કેમિકલમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.