DECEMBER AUTO SALES: ડિસેમ્બરમાં સુસ્ત રહ્યું ઑટો વેચાણ, બજાજ ઓટો, એસ્કોર્ટ્સમાં દબાણ | Moneycontrol Gujarati
Get App

DECEMBER AUTO SALES: ડિસેમ્બરમાં સુસ્ત રહ્યું ઑટો વેચાણ, બજાજ ઓટો, એસ્કોર્ટ્સમાં દબાણ

ડિસેમ્બરમાં M&M નું કુલ વેચાણ 69,768 યૂનિટ રહ્યુ છે જેના 77,700 યૂનિટ રહેવાનું અનુમાન હતુ. ડિસેમ્બરમાં કંપનીના કુલ વેચાણમાં વર્ષના આધાર પર 16 ટકાનો વધારો થયો છે. કંપની ટ્રેક્ટર વેચાણ 22,943 યૂનિટ રહ્યુ છે.

અપડેટેડ 01:46:03 PM Jan 01, 2025 પર
Story continues below Advertisement
ડિસેમ્બર 2024 માં બજાજ ઑટોનું કુલ વેચાણ વર્ષના આધાર પર 1 ટકા ઘટીને 3.23 લાખ યૂનિટ રહ્યું છે.

DECEMBER AUTO SALES: ડિસેમ્બરમાં બજાજ ઑટોનું વેચાણ સુસ્ત રહ્યુ છે. આ સમયમાં કંપનીના કુલ વેચાણમાં એક ટકાનું દબાણ જોવાને મળ્યુ છે. કંપનીના ડિસેમ્બરના વેચાણ આંકડા અનુમાનથી ઓછા રહ્યા છે. જ્યારે એસ્કૉર્ટ્સની સેલ્સમાં આશરે 11 ટકાનો ઘટાડો રહ્યો છે. જ્યારે M&M નું વેચાણ આશાથી થોડુ ઓછુ 16 ટકા વધ્યુ છે. ઑટો શેરોમાં બજાજ ઑટો અને એસ્કૉર્ટ્સમાં 2 થી 3 ટકાનો ઘટાડો જોવાને મળી રહ્યો છે.

બજાજ ઑટોનું ડિસેમ્બરમાં વેચાણ

ડિસેમ્બર 2024 માં બજાજ ઑટોનું કુલ વેચાણ વર્ષના આધાર પર 1 ટકા ઘટીને 3.23 લાખ યૂનિટ રહ્યું છે. જ્યારે, ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર 15 ટકા ઘટીને 1.62 લાખ યૂનિટ રહ્યું છે. જો કે એક્સપોર્ટ વર્ષના આધાર પર 18 ટકા વધીને 1.60 લાખ યૂનિટ અને CV વેચાણ 16 ટકા વધીને 50,952 યૂનિટ રહ્યુ છે. ડિસેમ્બરમાં કંપનીના 2-વ્હીલર વેચાણ 4 ટકા ઘટીને 2.72 લાખ યૂનિટ રહ્યું છે. કંપનીનું કુલ વેચાણ 3.23 લાખ યૂનિટ રહ્યુ છે જેના 3.51 લાખ યૂનિટ રહેવાનું અનુમાન હતુ.


M&M નું ડિસેમ્બરમાં વેચાણ

ડિસેમ્બરમાં M&M નું કુલ વેચાણ 69,768 યૂનિટ રહ્યુ છે જેના 77,700 યૂનિટ રહેવાનું અનુમાન હતુ. ડિસેમ્બરમાં કંપનીના કુલ વેચાણમાં વર્ષના આધાર પર 16 ટકાનો વધારો થયો છે. કંપની ટ્રેક્ટર વેચાણ 22,943 યૂનિટ રહ્યુ છે. તેનું 21,500 યૂનિટ પર રહેવાનું અનુમાન હતુ. કંપનીના ટ્રેક્ટર વેચાણમાં વર્ષના આધાર પર 20 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં કંપનીના એક્સપોર્ટ 70 ટકા વધીને 3,092 યૂનિટ રહ્યુ છે. જ્યારે, PV વેચાણ વર્ષના આધાર પર 18 ટકા વધીને 41,424 યૂનિટ રહ્યું છે.

Escorts Kubota નું ડિસેમ્બર વેચાણ

ડિસેમ્બરમાં Escorts Kubota નું કુલ ટ્રેક્ટર વેચાણ વર્ષના આધાર પર 10.8 ટકા ઘટીને 5,472 યૂનિટ રહ્યુ છે. આ સમયમાં કંપનીનું ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર 12.5 ટકા ઘટીને 5,016 યૂનિટ રહ્યુ છે. જ્યારે, એક્સપોર્ટ વર્ષના આધાર પર 12.6 ટકા વધીને 456 યૂનિટ રહ્યા છે. જ્યારે કંસ્ટ્રક્શન ઉપકરણનું વેચાણ વર્ષના આધાર પર 10.2 ટકા વધીને 873 યૂનિટ રહ્યુ છે.

SJVNમાં 5%નો ઉછાળો, બિહારમાં 10,000 કરોડના રોકાણ કરારથી SJVNમાં જોરદાર તેજી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 01, 2025 1:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.