ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ, અજિત વેંકટરામનનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષમાં વોલ્યુમ ગ્રોથમાં નરમાશ જોવા મળી રહી છે. કિંમતોમાં સ્થિરતાને લીધે માંગમાં વધારો થયો છે. ભાવમાં પણ સ્થિરતાને કારણે ફેરફાર જોવા મળ્યો છે. રિયલ એસ્ટેટ અને ગ્રામીણ ક્ષેત્રે માંગ યથાવત રહેવાની અપેક્ષા થઈ રહી છે. ક્વાર્ટર 3 કરતા ક્વાર્ટર 4 માં સારો પ્રદર્શન રહ્યો છે.
અજિત વેંકટરામને આગળ કહ્યું છે કે ક્વાર્ટર 3 માં પ્રાઈઝ ઘણી સામાન્ય થઈ ગઈ છે. ક્વાર્ટર 1 અને ક્વાર્ટર 2 માં પવીસી પ્રાઈઝમાં ઘણો ઘટાડો આવ્યો છે. એબિટડા માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે. પુણામાં નવા પ્લાન્ટ લગાવ્યો છે. અને તેની કપેસિટી 12000 મેટ્રિક ટન છે. તેનું રેપએપ 3 થી 6 મહિનામાં થશે. કંપનીમાં ફિટિંગ પ્લાન્ટ લાગ્યા છે તેના માટે લગભગ 100 કરોડ રૂપિયા ઉપયોગ થયા છે.
અજિત વેંકટરામનના અનુસાર કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં રેવેન્યૂમાં 61.1 ટકાનો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં પણ સારો સુધારો થઈ રહ્યો છે.