Eternal Q2 Result: વર્ષના આધાર પર નફો 63% ઘટ્યો, આવક 2.8 ગણી વધી | Moneycontrol Gujarati
Get App

Eternal Q2 Result: વર્ષના આધાર પર નફો 63% ઘટ્યો, આવક 2.8 ગણી વધી

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 63 ટકા ઘટીને 65 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 2.8 ગણી વધીને 13,590 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 03:21:27 PM Oct 16, 2025 પર
Story continues below Advertisement
Eternal Q2 Result: ઈટરનલ (Eternal) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Eternal Q2 Result: ઈટરનલ (Eternal) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 63 ટકા ઘટીને 65 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 176 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 139 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 2.8 ગણી વધીને 13,590 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 4,799 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 7,963 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 5.8 ટકા વધારાની સાથે 239 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 226 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 256 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 4.7 ટકા થી ઘટીને 1.8 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 3.2 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

South Indian Bank Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 8.2% વધ્યો, વ્યાજ આવક 8.3% વધી

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2025 3:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.