Federal Bank Q1: ફેડરલ બેન્કે 30 જૂન 2023ના સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજૂ કર્યા છે. આ સમય ગાળામાં બેન્કનો પ્રોફિટ 854 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે, 30 જૂન 2022એ સમાપ્ત થયા ક્વાર્ટરમાં બેન્કને 601 કરોડ રૂપિયાનો નફો થયો હતો. પહેલા ક્વાર્ટરમાં બેન્કના નફામાં વર્ષના આધાર પર 42.2 ટકાના વધારા સાથે જોવા મળ્યો છે. 30 જૂન 2023એ સમાપ્ત થયા નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરમાં બેન્કના વ્યાજથી થવા વાળી કમાણી 1918 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે, 30 જૂન 2022એ સમાપ્ત થયા ક્વાર્ટરમાં કંપનીની વ્યાજથી થવા વાળી કમાણી 1604.5 કરોડ રૂપિયા પર રહી છે.
એનપીએ અને પ્રોવિઝનિંગમાં થયો વધારો
ફેડરલ બેન્કની ચાલ પર નજર કરે તો એનસીએસી પર 1:45 વાગ્યાની આસપાસ આ શેર 4.10 રૂપિયા એટલે કે 3.05 ટરાના ઘટાડા સાથે 130.25 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. સ્ટૉકના દિલસનો હાઈ 135.15 રૂપિયા અને દિવસના લો 128 રૂપિયા પર છે. તેના 52 વીક હાઈ 143.40 રૂપિયા અને 52 વીક લો 96.15 રૂપિય છે. સ્ટૉકનો વૉલ્યૂમ 52762463 શેરોની આસપાસ છે. બેન્કનો માર્કેટ કેપ27488 કરોડ રૂપિયા છે. આજે આ સ્ટૉક 135 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે કાલના કારોબારમાં તે 134.25 રૂપિયા પર બંધ થયો હતો.
ફેડરલ બેન્કે છેલ્લા 1 સપ્તાહમાં 4.14 ટકાનું નિગેટિવ રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 1 મહિનામાં તેમાં 4.30 ટકાના પોઝિટિવ રિટર્ન આપ્યો છે. 3 મહિનામાં આ શેર 1.72 ટકા વધ્યો છે. જ્યારે, આ વર્ષ અત્યાર સુધી તે સ્ટૉક 6.62 ટકા તૂટ્યો છે. જ્યારે એક વર્ષમાં આ શેરે 32.40 ટકા અને છેલ્લા 3 વર્ષમાં 144.58 ટકા રિટર્ન આપ્યો છે.