Federal Bank Q3 Results: નફો 25.3% વધ્યો, વ્યાજ આવક 8.5% વધી | Moneycontrol Gujarati
Get App

Federal Bank Q3 Results: નફો 25.3% વધ્યો, વ્યાજ આવક 8.5% વધી

Federal Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં ફેડરલ બેંકનો નફો 25.3 ટકા વધીને 1007 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં ફેડરલ બેંકની વ્યાજ આવક 8.5 ટકા વધીને 2123.4 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

અપડેટેડ 03:08:03 PM Jan 16, 2024 પર
Story continues below Advertisement
Federal Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં ફેડરલ બેંકના પરિણામમાં નફો અને વ્યાજ આવકમાં વધારો દેખાયો.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Federal Bank Q3 Results: નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં ફેડરલ બેંકનો નફો 25.3 ટકા વધીને 1007 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ફેડરલ બેંકનો નફો 803.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

    નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં ફેડરલ બેંકની વ્યાજ આવક 8.5 ટકા વધીને 2123.4 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં ફેડરલ બેંકની વ્યાજ આવક 1956.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

    ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ફેડરલ બેંકના ગ્રૉસ એનપીએ 2.26 ટકાથી વધીને 2.29 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ફેડરલ બેંકના નેટ એનપીએ 0.64 ટકા રહ્યા છે.


    રૂપિયામાં ફેડરલ બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 4,436.1 કરોડ રૂપિયાથી વધીને 4,629 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ફેડરલ બેંકના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 1229.8 કરોડ રૂપિયાથી વધીને 1284 કરોડ રૂપિયા રહ્યા છે.

    પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાચીતમાં ફેડબેન્ક ફાઈનાન્શિયલ સર્વિસિસના એમડી અને સીઈઓ, અનિલ કોથુરીએ કહ્યું કે આવનારા દિવસોમાં પણ યીલ્ડમાં સ્થિરતા યથાવત રહેતી દેખાશે. એયૂએમ ગ્રોથમાં પણ રિકવરી યથાવત રહેતી દેખાશે. કંપની 2 મહિનામાં AA- ના રેટિંગથી AA+ ના રેટિંગમાં આવી ગઈ છે. અમારા ડિસબર્સમેન્ટ જે છે તે ગોલ્ડ લોન અને નોન ગોલ્ડ લોન બિઝનેસ છે. બન્નેમાં અમે બ્રાન્ચનો ઉમોરો કર્યો છે.

    અનિલ કોથુરીના મતે ગયા વર્ષ 50 બ્રાન્ચ એડ કર્યા છે. આ વર્ષ મોરગેજ લોનનું અડ કર્યું છે. કુલ મળીને 100 બ્રાન્ચ છે જેમાં 400 લોકો કામ કરી રહ્યા છે. અમારી કંપનીના યીલ્ડ કોસ્ટન્ટ રાખવામાં આવ્યો છે. અમારા ત્રણ પ્રોડક્ટ છે જેમાં 17 ટકાથી વધારે યીલ્ડ આપી રહ્યા છે. આ ત્રણ છે સ્મોલ મોર્ગેઝીસ, ગોલ્ડ લોન અને બિઝનેસ લોનમાં છે. ક્વાર્ટર 3 માં આઈપીઓ આવ્યો છે અને 600 કરોડ રૂપિયા ઊભા કર્યા છે.

    અનિલ કોથુરીના મુજબ જેથી 2 વર્ષના સમયમાં ગ્રોથ કરવાનો સમય મળ્યો છે. એયૂએમના ગ્રોથ ચાલૂ રહેશે. જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં 2 ઈવેન્ટ થયા હતા. ક્રેડિટ રેટિંગમાં સુધાર જોવા મળ્યો છે. ક્વાર્ટર 3 માં કો લોન નથી લીધો. આઈપીઓ દ્વારા સારો કેપિટલ મળ્યો છે. અમારી કંપનીએ 450 કરોડ રૂપિયાના પોર્ટફોલિયોનું વેચાણ કર્યું છે.

    હાલમાં રોકાણ કરવું હોય તો 3-4 વર્ષનો સમય આપવો પડશે- દિલીપ ભટ્ટ

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 16, 2024 2:37 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.