જૂન 2023 ક્વાર્ટરમાં ગુજરાત ગેસ લિમિટેડ (Gujarat Gas limited)નો નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 43.4 ટકા ઘટીને 216 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા આ સમાન ગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 382 કરોડ રૂપિયા હતો. પાછલા ક્વાર્ટરની સરખામણીએ કંપનીના નેટ પ્રોફિટમાં 42 ટકાનો ઘટાડો થયો છે.
સંબંધિત સમયગાળામાં કંપનીની આવક 26.2 ટકાના ઘટાડાની સાથે 3,924 કરોડ રૂપિયા થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીની આવક 5,322 કરોડ રૂપિયા હતી. જૂન 2023 ક્વાર્ટરમાં કંપનીના Ebitda 412.71 કરોડ રૂપિયા રહ્યા છે, જ્યારે ગયા વર્ષના આ સમય ગાળામાં આ આંકડા 626.39 કરોડ રૂપિયા હતો. ગુજરાત ગેસે કહ્યું કે સંબંધિત સમય ગાળામાં કંપનીની કુલ ગેસ સેલ્સ વૉલ્યૂમ 9.22 mmscmd (મિલિયન મેટ્રિક સ્ટેન્ડર્ડ ક્યૂબિક મીટર પ્રતિ દિવસ) રહી, જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં આ આંકડા 8.86 mmscmd હતા.
સંબંધિત સમય ગાળમાં કંપનીની CNGના સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવાનો ફાયદો કંપનીને મળ્યો છે. તેની સિવાય, APM ગેસની કિંમતોમાં કાપ અને VAT રેટમાં ઘટાડાથી પણ કંપનીના સહૂલિયત થઈ છે.
સંબંધિત ક્વાર્ટરમાં ગુજરાત ગેસે 46000 થી વધું નવા ડોમેસ્ટિક કસ્ટમર અને 225 કમર્શિયલ કસ્ટમર બનાવ્યા છે. તેની સિવાય, 36 નવા ઈન્ડસ્ટ્રિયલ કસ્ટમર બનાવ્યા છે. કંપનીએ 30 જૂને લગભગ 427000 scmd વૉલ્યૂમ માટે કરાર કર્યું છે. જો કે, આ સિલસિલામાં અત્યાર સુધી કામ નથી શરૂ કર્યું. નેશનલ સ્ટૉક એક્સચેન્જમાં 2 મે એ ગુજરાત ગેસનો શેર 2.24 ટકાના ઘટાડાની સાથે 470.20 રૂપિયા પર બંધ થયો છે.