Happiest Minds Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં 25 ટકા વધી આવક, શેરધારકોને ડિવિડન્ડની ભેટ - Happiest Minds Q4 Result: Revenue up 25 percent in March quarter, dividend gift to shareholders | Moneycontrol Gujarati
Get App

Happiest Minds Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં 25 ટકા વધી આવક, શેરધારકોને ડિવિડન્ડની ભેટ

સંપૂર્ણ FY23માં કંપનીનો ઑપરેશનથી થવા વાળી આવક 30.7 ટકાથી વધીને 1429.29 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે FY22માં આ આંકડા 1093.65 કરોડ રૂપિયા હતો. કંપનીના Ebitda FY22માં 294.77 કરોડ રૂપિયાથી 28.9 ટકાથી વધીને 379.97 કરોડ રૂપિયા થઈ ગયા છે.

અપડેટેડ 07:24:03 PM May 08, 2023 પર
Story continues below Advertisement

આઈટી સેક્ટરની મિડકેપ કંપની હેપ્પિએસ્ટ માઈન્ડ ટેક્નૉલૉજી (Happiest Minds Technologies)એ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. કંપનીના માર્ચ ક્વાર્ટરના પરિણામ જોરદાર રહ્યા છે. હેપ્પિએસ્ટ માઈન્ડ ટેક્નૉલૉજીએ ક્વાર્ટર દરમિયાન 57.66 કરોડ રૂપિયાના નેટ પ્રોફિટ દર્જ કર્યા છે, જો કે એક વર્ષ પહેલાના ક્વાર્ટરના દરમિાયન દર્જ કર્યા 52.11 કરોડથી 10.7 ટકા વધું છે. જો કે, કંપનીના શેરોમાં આજે સોમવારે 2.70 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે NSE પર 847.95 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. કંપનીના માર્કેટ કેપ 12,567.11 કરોડ રૂપિયા છે.

કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

માર્ચ 2023એ સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીના ઑપરેશનથી થવા વાળી આવક વર્ષના આધાર પર 25.80 ટકા વધીને 377.98 રૂપિયા પર પહોચી ગઈ છે. ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં તે આંકડા 300.57 કરોડ રૂપિયા હતા. Q4FY23માં કંપનીના EBITDA વર્ષના આધાર પર 23.3 ટકાથી વધીને 100.62 કરોડ પર રહ્યા, જો Q4FYમાં 81.58 કરોડ રૂપિયા હતો.


સંપૂર્ણ FY23નાં કેવો રહ્યો પ્રદર્શન

સંપૂર્ણ FY23માં કંપનીનો ઑપરેશનથી થવા વાળી આવક 30.7 ટકાથી વધીને 1429.29 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે FY22માં આ આંકડા 1093.65 કરોડ રૂપિયા હતો. કંપનીના Ebitda FY22માં 294.77 કરોડ રૂપિયાથી 28.9 ટકાથી વધીને 379.97 કરોડ રૂપિયા થઈ ગયા છે. હેપ્પિએસ્ટ માઈન્ડ ટેક્નૉલૉજીનું કહેવું છે કે તેના નેટ પ્રોફિટ FY23માં 181.2 કરોડ રૂપિયાથી 27.5 ટકાથી વધીને FY23માં 230.99 ખરોડ રૂપિયા રહ્યા છે.

ડિવિડેન્ડ આપશે કંપની

કંપનીના બાર્ડ ઑફ ડાયરેક્ટરએ તેના શેરહોલ્ડર્સ માટે ડિવિડેન્ડની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે બોર્ડે 31 માર્ચ 2023એ સમાપ્ત નાણાકીય વર્ષ માટે પ્રત્યેક 2 રૂપિયાના ઈક્વિટી શેર પર 3.40 રૂપિયાના ફાઈનલ ડિવિડેન્ડની ભલામણ કરી છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 08, 2023 7:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.