Havells Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં નફો 1.6% વધ્યો, આવકમાં પણ વધારો - Havells Q4 Result: Profits up 1.6% in March quarter, revenue also up | Moneycontrol Gujarati
Get App

Havells Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં નફો 1.6% વધ્યો, આવકમાં પણ વધારો

આ ક્વાર્ટરમાં Havells નો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધ્યો છે જ્યારે આવકમાં 9.8 ટકાનો વધારો આવ્યો છે.

અપડેટેડ 05:28:53 PM May 03, 2023 પર
Story continues below Advertisement
માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધીને 358 કરોડ રૂપિયા પર રહ્યા છે
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Havells Q4 Result: Havells એ 03 મેના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધ્યો છે જ્યારે આવકમાં 9.8 ટકાનો વધારો આવ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધીને 358 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 353 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV18 ની પોલમાં કંપનીનો નફો 353 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ દર વર્ષના આધાર પર 9.8 ટકા વધીને 4,859.2 કરોડ રૂપિયા પહી છે જો કે ગત નાણાકીય વર્ષ આ સમયમાં કંપનીની આવક 4,426.3 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4799 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 1.4 ટકાના વધારાની સાથે 527.2 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં 520 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 512 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન છેલ્લા ક્વાર્ટરના 11.8 ટકાથી વધીને 10.8 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    તમને જણાવી દઈએ કે 03 મે ના કારોબારમાં Havells ના શેર એનએસઈ પર 15.70 રૂપિયા એટલે કે 1.28 ટકાના વધારાની સાથે 1241.30 રૂપિયાના સ્તર પર બંધ થયો. સ્ટૉકના ડે હાઈ 1250.00 રૂપિયા હતો જ્યારે ડે લો 1211.85 રૂપિયા પર હતો. કંપનીના માર્કેટ કેપ 77,768 કરોડ રૂપિયા છે.

    શેરોના પ્રદર્શન પર નજર કરીએ તો Havells એ છેલ્લા 1 સપ્તાહમાં 1.75 ટકાની તેજી જોવાને મળી જ્યારે 1 મહીનામાં આ સ્ટૉક 4.40 ટકાનો વધારો રહ્યો. જ્યારે 2023 માં અત્યાર સુધી આ સ્ટૉકમાં 12.85 ટકાની તેજી જોવાને મળી.

    Adani Wilmar Q4 Results: માર્ચ ક્વાર્ટરમાં 59% ઘટીને 93.61 કરોડ રૂપિયા રહ્યો, આવક પણ ઘટી

    MoneyControl News

    MoneyControl News

    First Published: May 03, 2023 5:27 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.