HDFC AMC Q4 Results: માર્ચ ક્વાર્ટરમાં 10 ટકાથી વધીને 376 કરોડ રૂપિયાનો થયો નફો, પ્રતિ શેર 48 રૂપિયાનું ડિવિડન્ડ કર્યું જાહેર - HDFC AMC Q4 Results: Profit increased by 10 percent to Rs 376 crore in March quarter, declared dividend of Rs 48 per share | Moneycontrol Gujarati
Get App

HDFC AMC Q4 Results: માર્ચ ક્વાર્ટરમાં 10 ટકાથી વધીને 376 કરોડ રૂપિયાનો થયો નફો, પ્રતિ શેર 48 રૂપિયાનું ડિવિડન્ડ કર્યું જાહેર

માર્ચ 2023માં સમાપ્ત થવા વાળી નાણાકીય વર્ષ માટે કંપનીના બોર્ડે 48 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે. આજના કારોબારમાં HDFC એસેટ મેનેજમેન્ટ કંપનીના શેર લાલ નિશાન પર બંધ થયા છે. આ સ્ટૉકમાં 0.92 ટકાનો ઘટાડો થયો અને તેના શેર 1,764.50 રૂપિયાના બાવ પર બંધ થયા છે.

અપડેટેડ 07:34:14 PM Apr 25, 2023 પર
Story continues below Advertisement

HDFC AMC Q4 Result: HDFC એસેટ મેનેજમેન્ટ કંપની (AMC)ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. માર્ચ ક્વાર્ટરના દરમિયાન કંપનીનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 9.6 ટકાથી વધીને 376 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં કંપનીનો 343 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે ક્વાર્ટરના આધાર પર જોઈએ તો મ્યૂચુએલ ફંડ કંપનીનો નફો FY23ના ડિસેમ્બર ક્વાર્ટરમાં 369.40 કરોડ રૂપિયાથી લગભગ બે ટકા વધ્યો છે.

કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ

ઑપરેશનથી HDFC AMCના રાજસ્વ માર્ચ ક્વાર્ટરમાં લગભગ 5 ટકા વધીને 541 કરોડ રૂપિયા થઈ ગયો છે. છેલ્લા વર્ષના સમાન ગાળામાં આ આંકડા 516 કરોડ રૂપિયા હતા. જ્યારે, ક્વાર્ટરના આધાર પર રાજસ્વમાં 3 ટકાનો ઘટાડો આવ્યો છે. FY23 ના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો 560 કરોડ રૂપિયાનો રાજસ્વ મળ્યો હતો.


31 માર્ચ 2022એ સમાપ્ત ક્વાર્ટરમાં 378 કરોડ રૂપિયાની સરખામણીમાં FY23ના ચોથા ક્વાર્ટરમાં ઑપરેટિંગ પ્રોફિટ 394.8 કરોડ રૂપિયા રહ્યા છે. ડિસેમ્બર 2022માં સમાપ્ત થયા ત્રણ મહિનામાં HDFC અસેટે મેનેજમેન્ટ કંપનીના ટેક્સ બાદ આવક 3 ટકા વધીને 369.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. FY22માં આ સમય ગાળાની સરખામણીમાં ડિસેમ્બરમાં સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીની કુલ રાજસ્ન 4 ટકાથી વધીને 663 કરોડ રૂપિયા થઈ ગયો છે, જો 635.9 કરોડ રૂપિયા હતો.

48 રૂપિયાના ડિવિડેન્ડની જાહેરાત

માર્ચ 2023માં સમાપ્ત થવા વાળા નાણાકીય વર્ષ માટે કંપનીના બોર્ડે 48 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેરના ડિવિડેન્ડનું પણ ભલામણ કરી છે. આજના કારોબારમાં HDFC અસેટ મેનેજમેન્ટ કંપનીના શેર લાલ નિશાન પર બંધ થયો છે. આ સ્ટૉકમાં 0.92 ટકાનો ઘટાડો રહ્યો અને તેના શેર 1764.50 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 25, 2023 7:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.