Hind Zinc Q2 Result: વર્ષના આધાર પર નફો 35.5 ટકા ઘટીને ₹1729 કરોડ રહ્યો, આવક પણ ઘટી | Moneycontrol Gujarati
Get App

Hind Zinc Q2 Result: વર્ષના આધાર પર નફો 35.5 ટકા ઘટીને ₹1729 કરોડ રહ્યો, આવક પણ ઘટી

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 18.5 ટકા ઘટીને 6,791 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 03:02:58 PM Oct 20, 2023 પર
Story continues below Advertisement
31 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં હિંદ ઝિંકનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ ઘટાડો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Hind Zinc Q2 Result: હિંદ ઝિંક (Hind Zinc) એ 20 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ ઘટાડો જોવાને મળ્યો છે.

    નફામાં ઘટાડો

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 35.5 ટકા ઘટીને 1,729 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 2,680 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1,789 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં ઘટાડો

    કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 18.5 ટકા ઘટીને 6,791 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 8,336 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 6,890 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    Atul Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 40.2% ઘટ્યો, આવક પણ ઘટાડો

    એબિટામાં આવ્યો ઘટાડો

    વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 29 ટકા ઘટાડાની સાથે 3,139 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 4,407 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 3,189 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 52.9 ટકા થી ઘટીને 46.2 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 46.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 20, 2023 3:02 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.