Infosys Results Q1 Results: દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસ (Infosys)એ ગુરુવાર 12 ઓક્ટોબરે નાણાકીય વર્ષ બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-ઓગસ્ટ 2023) ના પરિણામો જાહેર કર્યા.
Infosys Results Q1 Results: 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપની ડૉલર આવક પણ વધી છે.
Infosys Results Q1 Results: દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસ (Infosys)એ ગુરુવાર 12 ઓક્ટોબરે નાણાકીય વર્ષ બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-ઓગસ્ટ 2023) ના પરિણામો જાહેર કર્યા. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપની ડૉલર આવક પણ વધી છે.
નફામાં વધારો
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 4.5 ટકા વધીને 6212 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 5,945 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 6225 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
ડૉલર આવકમાં વધારો
કંપનીની ડૉલર આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 2.2 ટકા વધીને 4718 કરોડ ડૉલર પર રહી છે જો કે ગત નાણાકીય ક્વાર્ટરના આ સમયમાં કંપનીની આવક 4617 કરોડ ડૉલર પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4655 કરોડ ડૉલર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 2.8 ટકા વધીને 38,994 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય ક્વાર્ટરના આ સમયમાં કંપનીની આવક 37,933 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 38,425 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
એબિટામાં આવ્યો વધારો
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 4.9 ટકા વધારાની સાથે 8,274 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય ક્વાર્ટરના આ સમયમાં 7891 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 8070 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 20.8 ટકા થી વધીને 21.2 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 21 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.
ડિવિડન્ડની જાહેરાત
તેના સિવાય કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે પ્રતિશેર 18 રૂપિયાનું વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.