ITC Q4 Result: નફો 21% વધીને 5,086.9 કરોડ રૂપિયા પર રહ્યો, આવક 5.6% વધી - ITC Q4 Result: Profit up 21% to Rs 5,086.9 crore, revenue up 5.6% | Moneycontrol Gujarati
Get App

ITC Q4 Result: નફો 21% વધીને 5,086.9 કરોડ રૂપિયા પર રહ્યો, આવક 5.6% વધી

31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 21.4 ટકા વધીને 5,086.9 કરોડ રૂપિયા પર રહ્યો છે.

અપડેટેડ 04:48:44 PM May 18, 2023 પર
Story continues below Advertisement
પરિણામોની સાથે સાથે કંપનીએ 6.75 રૂપિયા પ્રતિ શેરના ફાઈનલ ડિવીડન્ડ અને 2.75 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના સ્પેશલ ડિવીડન્ડની પણ જાહેરાત કરી છે.

ITC Q4 Result: દેશની દિગ્ગજ એફએમસીજી કંપની આઈટીસી (ITC) એ 18 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 21.4 ટકા વધીને 5,086.9 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 4,190.9 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 4,925 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 5.6 ટકા વધીને 16,398 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 15,530.9 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 16,380 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 18.9 ટકા વધારાની સાથે 6,209.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 5,224.4 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 6,235 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 33.6 ટકા થી વધીને 37.9 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 38.1 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

ડિવિડન્ડની જાહેરાત

પરિણામોની સાથે સાથે કંપનીએ 6.75 રૂપિયા પ્રતિ શેરના ફાઈનલ ડિવીડન્ડ અને 2.75 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના સ્પેશલ ડિવીડન્ડની પણ જાહેરાત કરી છે.

સિગરેટ કારોબારની આવકના આધાર પર 14 ટકાનો વધારો

કંપનીએ અલગ-અલગ સેગમેન્ટના પ્રદર્શનની વાત કરીએ તો માર્ચ ક્વાર્ટરમાં કંપનીના સિગરેટ કારોબારની આવકમાં વર્ષના આધાર પર 14 ટકાનો વધારો થયો છે. આ સમયમાં કંપનીના સિગરેટ કારોબારી આવક 7355.83 કરોડ રૂપિયા રહી છે. આ રીતે એફએમસીજી કારોબારની આવક વર્ષના આધાર પર 19 ટકા વધીને 4944.95 કરોડ રૂપિયા અને હોટલ કારોબારની લગભગ બેગણો વધીને 781 કરોડ રૂપિયા પર રહી છે. તમને જણાવી દઈએ કે કંપની કુલ કમાણીમાં સિગરેટ કારોબારની ભાગીદારી એક તૃત્યાંસથી વધારે રહે છે.

ITC ના શેરોની ચાલની વાત કરીએ તો એનએસઈ પર આજે આ શેર 7.90 રૂપિયા એટલે કે 1.85 ટકાના ઘટાડાની સાથે 419.70 રૂપિયાના સ્તર પર બંધ થયા છે. આજના આ શેરના દિવસના હાઈ 432.45 રૂપિયા અને દિવસના લો 418.10 રૂપિયા રહ્યા છે. આ સ્ટૉક આજે 430 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે કાલના કારોબારમાં 427.60 પૈસા પર બંધ થયો હતો. સ્ટૉકના વૉલ્યૂમ 23995166 શેરોના રહ્યા. કંપની માર્કેટ કેપ 521603 કરોડ રૂપિયા છે.

SBI Q4 Result: નફો 83 ટકા વધીને ₹16,694 કરોડ પર પહોંચ્યો, પ્રતિ શેર 11.30 રૂપિયાનું ડિવિડન્ડ કર્યું જાહેર

MoneyControl News

MoneyControl News

First Published: May 18, 2023 4:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.