હોટલ બિઝનેસમાં નવી કંપની બનાવીને આવશે ITC, ડિમર્જર પ્રસ્તાવને મળી મંજૂર | Moneycontrol Gujarati
Get App

હોટલ બિઝનેસમાં નવી કંપની બનાવીને આવશે ITC, ડિમર્જર પ્રસ્તાવને મળી મંજૂર

ITC લિમિટેડના બોર્ડે હોટેલ બિઝનેસના ડિમર્જર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કંપનીએ રેગુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે પ્રસ્તાવિત રીસ્ટ્રક્ચરિંગથી ITCનો હોટલ બિઝનેસ અલગ ઈકાઈની રીતે કામ કરશે. કંપનીના અનુસાર, આજના દોરમાં હૉસ્પિટેલિટી ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને એક અલગ એન્ટિટી બનાવીને સારી રીતે હોટેલ બિઝનેસ પર ફોકસ કરવું શક્ય બનશે.

અપડેટેડ 05:47:31 PM Jul 24, 2023 પર
Story continues below Advertisement

ITC લિમિટેડ (ITC Limited)ના બોર્ડે હોટેલ બિઝનેસના ડિમર્જર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કંપનીએ 24 જુલાઈએ રેગુલેટરી ફાઈલિંગમાં કહ્યું છે કે પ્રસ્તાવિત રીસ્ટ્રક્ચરિંગથી ITCનો હોટલ બિઝનેસ અલગ ઈકાઈની રીતે કામ કરશે. કંપનીના અનુસાર, આજના દોરમાં હૉસ્પિટેલિટી ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને એક અલગ એન્ટિટી બનાવીને સારી રીતે હોટેલ બિઝનેસ પર ફોકસ કરવું શક્ય બનશે. BSEમાં કંપનીના શેર 24 જુલાઈએ 4.30 ટકાના ઘટાડા સાથે 469.35 રૂપિયા પર બંધ થયો છે.

ડીમર્જર (હોટલ બિજનેસને અલગ કરો) તેના માટે મંજૂરી પ્લાનના અનુસાર, નવી ઈકાઈમાં કંપની શેરહોલ્ડર્સની સીધી રિતો 60 ટકા હિસ્સો રહેશે, જ્યારે, 40 ટકા હિસ્સો ITC લિમિટેડની રહેશે.

કંપનીના આ પગલાનું હેતું હૉસ્પિટેલિટી સેક્ટરમાં અને સારા પરફોર્મેન્સ પ્રાપ્ત કરવાનું છે. તેના હેઠળ, નવી ઈકાઈના લાંબા સમય ગાળામાં સ્થિરતા રાખવાની સાથે-સાથે અન્ય મદદ પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી સારી ગ્રોથનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ITCના ચેરમેન સંજીવ પુરી (Sanjiv Puri)એ કહ્યું છે કે, હૉસ્પિટેલિટી પર ફોકસ કરવા વાળી ઈકાઈના દ્વારા ભારતીય હૉસ્પિટેલિટી ઇન્ડસ્ટ્રીમાં હાજર તકને સારી રીતે લાભ ઉઠાવી શકે છે અને ગ્રોથને વધું વધારો મળી શકે છે. પ્રસ્તાવિત રીસ્ટ્રક્ચરિંગના હેઠળ, ITC અને નવી ઈકાઈ, બન્નેને એક બીજાનો સહયોગ મળશે."


ITC લિમિટેડ છેલ્લા સપ્તાહ 6 લાખ કરોડ રૂપિયાથી વધું માર્કેટ કેપિટલ વાળી 7 મીં લિસ્ટેડ ભારતીય કંપની બની ગઈ હતી. કંપનીએ પહેલા વાર 6 લાખ કરોડના માર્કેટ કેપિટલના આંકડા પાર કર્યા હતા. કંપનીના શેર આ વર્ષ 48 ટકાથી પણ વધારે વધ્યો છે. કંપનીઆ તેના તમામ બિજનસે સેગમેન્ટ-સિગરેટ, એફએમસીજી, પેપર અને હોટલમાં સારા પરફોર્મન્સ પ્રાપ્ત કર્યા છે અને આ રીતે રોકાણકારો માટે કંપનીના શેર આકર્ષક વિકલ્પ બની ગઈ છે.

ફૉરેન બ્રોકિંગ ફર્મ ઝેફરીઝ (Jefferies)એ છેલ્લા મહિનામાં ITCના ટારગેટ પ્રાઈઝ 520 રૂપિયાથી વધીને 530 કરી દીધી હતી. બ્રોકરેજ ફર્મએ કંપનીના શેરોમાં હાજર લેવલથી 19 ટકાનો વધારાનો અનુમાન વ્યક્ત કર્યા હતો. આ વધારો કંપની દ્વારા હોટલ બિજનેસને અલગ કરવાના સમચાર બાદ કરી હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 24, 2023 5:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.