JSW Steelના પરિણામ રજુ થઈ ગયો, જાણો Q4 માં કેવુ રહ્યુ કંપનીનું પ્રદર્શન - JSW Steel results released, know how the company performed in Q4 | Moneycontrol Gujarati
Get App

JSW Steelના પરિણામ રજુ થઈ ગયો, જાણો Q4 માં કેવુ રહ્યુ કંપનીનું પ્રદર્શન

JSW Steel Q4 Result: કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 0.1 ટકા વધીને 46962 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 05:36:13 PM May 19, 2023 પર
Story continues below Advertisement

JSW Steel Q4 Result: દેશની દિગ્ગજ સ્ટીલ કંપની જેએસડબલ્યૂ સ્ટીલ (JSW Steel) એ 19 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. સાથે જ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં મામૂલી વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 11.9 ટકા વધીને 3741 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 3343 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 2110 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં મામૂલી વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 0.1 ટકા મામૂલી વધીને 46,962 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 46,895 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 45,720 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો ઘટાડો

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 13.6 ટકા ઘટાડાની સાથે 7,939 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 9,184 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 6,515 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 19.6 ટકા થી ઘટીને 16.9 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 14.2 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

જણાવી દઈએ કે ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 3.40 રૂપિયા પ્રતિ શેરના ડિવિડેન્ડની જાહેરાત કરી છે.

સ્ટૉકની ચાલ

જણાવી દઈએ કે 167718 કરોડ રૂપિયા માર્કેટ કે વાળી કંપની જેએસડબલ્યૂ સ્ટીલ આજના કારોબારમાં એનએસઈ પર 0.26 ટકા વધીને 693.85 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. 1 મહિનામાં શેર 4 ટકા તૂટ્યો છે. જ્યારે 1 વર્ષમાં શેર 15 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે 3 વર્ષમાં શેરે 300 ટકાનું રિટર્ન આપ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: May 19, 2023 5:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.