Jubilant Food Q4: નફો 59.5% ઘટીને 47.5 કરોડ રૂપિયા ઘટ્યો, ડિવિડન્ડની કરી જાહેરાત - Jubilant Food Q4: Profit falls 59.5% to Rs 47.5 crore, announces dividend | Moneycontrol Gujarati
Get App

Jubilant Food Q4: નફો 59.5% ઘટીને 47.5 કરોડ રૂપિયા ઘટ્યો, ડિવિડન્ડની કરી જાહેરાત

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 59.5% ટકા ઘટીને 47.5 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 116.1 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 04:26:21 PM May 17, 2023 પર
Story continues below Advertisement
કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂમાં વર્ષના આધાર પર 8.2 ટકા વધીને 1,252.3 કરોડ રૂપિયા પર રહ્યા છે
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Jubilant Food Q4: કંઝ્યૂમર ફૂડ્ઝ સેગમેન્ટની દિગ્ગજ કંપની જૂબિલેંટ ફૂડ (Jubilant Food) એ પોતાની ચોથા ક્વાર્ટર પરિણામ 17 મે ના ઘોષણા કરી દીધી છે. જો કે પરિણામો એનાલિસ્ટોના અનુમાનથી ઓછા રહ્યા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ઘટ્યો છે અને તે 59.5% ઘટ્યો છે. એટલે કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 59.5% ટકા ઘટીને 47.5 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 116.1 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV18 ના પોલમાં કંપનીનો નફો 70 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યો હતો.

    રેવેન્યૂમાં દેખાયો વધારો

    કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની રેવેન્યૂમાં વર્ષના આધાર પર 8.2 ટકા વધીને 1,252.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની રેવેન્યૂ 1,157.8 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 1,260 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    માર્જિન ઘટ્યા

    ચોથા ક્વાર્ટરમાં Jubilant Food ના EBITDA 252.2 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે તેના 261 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન હતુ. જ્યારે, છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીના EBITDA 289.7 કરોડ રૂપિયા પર રહ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં Jubilant Food ના EBITDA માર્જિન 20.1 ટકા પર રહ્યા છે. જ્યારે તેના 20.7 ટકા પર રહેવાનું અનુમાન હતુ. જ્યારે, છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીના EBITDA માર્જિન 25 ટકા પર રહ્યા હતા.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીએ ખોલ્યા નવા 56 સ્ટોર

    ચોથા ક્વાર્ટરમાં વર્ષના આધાર પર કંપનીના LFL (લાઈક ફૉર લાઈક ગ્રોથ) ગ્રોથ 5.8% થી ઘટીને -0.6% પર રહ્યા છે જ્યારે તેના -3% થી +2% પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. કંપનીએ જણાવ્યુ છે કે Q4 માં DOMINO's ના 56 નવા સ્ટૉર ખોલ્યા છે.

    ડિવિડન્ડની પણ કરી જાહેરાત

    ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 1.20 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: May 17, 2023 4:26 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.