LIC Q3 Results: કંપનીએ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 6344 કરોડ રૂપિયાથી વધીને 9444 કરોડ રૂપિયા પર રહ્યો છે.

LICના ક્વાર્ટરના પરિણામ-
નાણાકીય વર્ષ 2022-23 ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણી નાણાકીય વર્ષ 2023-24 ના ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રીમિયમથી આવક 1.11 લાખ કરોડ રૂપિયાથી વધીને 1.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
LICનો શેર ગુરુવારેને શેર 5.82 ટકા વધીને 1105 રૂપિયાના ભાવ પર બંધ થયો છે. કંપનીનું માર્કેટ કેપ ગુરુવારે પ્રથમ વખત 7.20 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
ગુરુવારે શેર 1,044.45 રૂપિયાની સામે 1,073.90 રૂપિયા પર ખૂલ્યો છે. શેર દિવસના સમય 1,145 રૂપિયાના ભાવ પર પહોંચ્યો ગયો છે.
કંપનીએ આપી ડિવિડન્ડની ભેટ - કંપનીએ 4 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે. તેના પહેલા કંપનીએ ગયા વર્ષ જુલાઈમાં 3 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું છે. ઓગસ્ટ 2022માં 1.5 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવામાં આવ્યું છે.
એલઆઈસી ડિવિડન્ડ પર કુલ 2,529 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સરકારની પાસે કંપનીમાં 96.5 ટકાની ભાગીદારી છે. સરકારને આનાથી લગભગ 2,440 કરોડ રૂપિયા રૂપિયા મળશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.