L&T Q3 results: ડિસેમ્બર ક્વાર્ટરમાં 15 ટકાનો નફો વધ્યો, અનુમાનથી નબળા રહ્યા પરિણામો | Moneycontrol Gujarati
Get App

L&T Q3 results: ડિસેમ્બર ક્વાર્ટરમાં 15 ટકાનો નફો વધ્યો, અનુમાનથી નબળા રહ્યા પરિણામો

L&T Q3 results: લાર્સન એન્ડ ટુબ્રોના નફામાં ઇન્ફ્રૉસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વધુ સારા એગ્જીક્યૂશન અને આઈટી ટેક સર્વિસ પોર્ટફોલિયોમાં સતત ગ્રોથને કારણે વધારો થયો છે. કંપનીએ 30 જાન્યુઆરીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની આવક વધીને 55,128 કરોડ થઈ છે.

અપડેટેડ 07:06:28 PM Jan 30, 2024 પર
Story continues below Advertisement

L&T Q3 results: લાર્સન એન્ડ ટુબ્રોએ આજે 30 જાન્યુઆરીએ FY24ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ 2947 કરોડ રૂપિયાનું કંસોલિડેટેડ નેટ પ્રોફિટ દર્જ કર્યો છે. તે ગયા વર્ષના સમાન ક્વાર્ટરથી 15 ટકા વધું છે. L&Tએ માર્કેટ બંધ થયા બદા પરિણામ રજૂ કર્યા છે. કંપનીના શેરોમાં આજે 2 ટકાનો ઘટાડો આવ્યો છે અને આ સ્ટૉક 3633.40 રૂપિયાના ભાવ પર બંધ થયો છે.

કેવા રહ્યા L&T ના ક્વાર્ટર પરિણામ

લાર્સન એન્ડ ટુબ્રોના નફામાં ઇન્ફ્રૉસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વધુ સારા એગ્જીક્યૂશન અને આઈટી ટેક સર્વિસ પોર્ટફોલિયોમાં સતત ગ્રોથને કારણે વધારો થયો છે. કંપનીએ 30 જાન્યુઆરીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેની આવક વધીને 55,128 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરથી 19 ટકા વધુ છે. જો કે. કંપનીના પરીણામ અનુમાનથી નબળા રહ્યા છે.


ચાર બ્રોકરેજ ફર્મોના સરેરાસ અનુમાન હતો કે કંપનીનો નફો વર્ષના આધાર પર 30 ટકાથી વધુ વધીને 3324.3 કરોડ રૂપિયા થઈ જશે. જ્યારે, મજબૂત ઑર્ડર બુકના દમ પર રેવેન્યૂ 20 ટકાથી વધીને 55720 કરોડ રૂપિયા થવાની આશા હતી.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2024 7:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.