LTIMINDTREE Q3 Result: કંસોલિડેટેડ નફો 1,168.9 કરોડ રૂપિયા પર રહ્યો, આવક વધીને થઈ 9,016.6 કરોડ રૂપિયા
LTIMINDREEનો નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નફો ક્વાર્ટરના આધાર પર વધીને 1,168.9 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે પાછલા ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો 1,162 કરોડ રૂપિયા રહ્યો હતો. જોકે, આ વખતે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 1170 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો.
LTIMINDTREE Q3 Result: ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓમાં શુમાર થવા વાળી એલટીઆઈમાઈન્ડટ્રી (LTIMINDTREE) આજે એટલે કે 17 જાન્યુઆરી નાણાકીય વર્ષ 2023-24ના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી દીધી છે. કંપનીને ત્રીજા ક્વાર્ટરમાં 1168.9 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે આ સમય ગાળા દરમિયાન કંપનીની આવક 9016.6 કરોડ રૂપિયા રહી છે. જો કે આ વખત કંપનીનો નફો અને આવક બન્ને અનુમાથી ઓછા રહ્યા છે. જ્યારે આજે બજારમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં જોરાદર ઘટાડો જોવા મળ્યો છે. IT સેક્ટરને છોડીને BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં વેચવાલી હાવી રહી છે.
LTIMINDTREEના ત્રીજા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નફા 1168.9 કરોડ રૂપિયા રહ્યા જ્યારે તેના 1170 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના કંસોલિડેટેડ નફા 1162 કરોડ રૂપિયા રહ્યા હતા જેમાં આ ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે.
ત્રીજા ક્વાર્ટરમાં LTIMINDTREEની કંસોલિડેટેડ આવક 9016.6 કરોડ રૂપિયા રહી જ્યારે તેના 9020 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીની કંસોલિડેટેડ આવક 8905.4 કરોડ રૂપિયા રહી હતી જેમાં તેના ક્વાર્ટરમાં વધારો જોવા મળે છે.
એબિટડા અને માર્જીનમાં રહી નબળાઈ
LTIMINDREEના ત્રીજા ક્વાર્ટરમાં એબિટડા 1385.9 કરોડ રૂપિયા રહ્યા જ્યારે તેના 1418 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો. જો કે ગયા ક્વાર્ટરમાં કંપનીનો એબિટડા 1423.1 કરોડ રૂપિયા રહ્યા હતા જો કે તેના ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.
ત્રીજા ક્વાર્ટરમાં LTIMINDREEના એબિટડા માર્જીન 15.4 ટકા રહ્યો જ્યારે તેના 15.7 ટકા રહેવાનો અનુમાન હતો. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જીન 16 ટકા રહી હતી જેમાં આ ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે.
ડૉલર આવકમાં થયો વધારો
LTIMINDREEના ત્રીજા ક્વાર્ટરમાં ડૉલર આવક 108.3 કરોડ ડૉલર રહી જ્યારે તેના 108.4 કરોડ ડૉલર રેવાનો અનુમાન હતો. જો કે છેલ્લા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક 107.5 કરોડ ડૉલર રહી હતી જોમાં આ ક્વાર્ટરમાં વધારો જોવા મળ્યો છે.