આવનારા ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા: ઇન્ડિયા પેસ્ટિસાઈડ્સ - Margins expected to improve in coming quarters: India Pesticides | Moneycontrol Gujarati
Get App

આવનારા ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા: ઇન્ડિયા પેસ્ટિસાઈડ્સ

નાણાકીય વર્ષ 2023 માં હરદોઈ પ્લાન્ટના વિસ્તાર માટે 70 કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી રહી છે. સંડીલા પ્લાન્ટમાં 4,000 MT ક્ષમતા વધારવાની યોજના બની રહી છે.

અપડેટેડ 01:23:02 PM Mar 28, 2023 પર
Story continues below Advertisement

ઇન્ડિયા પેસ્ટિસાઈડ્સના કરન્ટ સીઈઓ, ધિરજ કુમાર જૈનનું કહેવું છે કે આવનારા ક્વાર્ટરમાં માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2023 માં હરદોઈ પ્લાન્ટના વિસ્તાર માટે 70 કરોડ રૂપિયાના રોકાણની યોજના બનાવી રહી છે. સંડીલા પ્લાન્ટમાં 4,000 MT ક્ષમતા વધારવાની યોજના બની રહી છે.

ધિરજ કુમાર જૈને આગળ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં એક્સપોર્ટ 40 ટકા વધવાની અપેક્ષા બની રહી છે. નાણાકીય વરષ 2023માં ગ્રોથ 30 ટકા પર રહી અને નાણાકીય વર્ષ 2024માં ગ્રોથ 25 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. કંપનીમાં રજિસ્ટ્રેશન યૂરોપથી આવ્યો છે, તે પૂરા 28 દેશો માટે વેલિડ રહેશે. અમારા કંપનીનું પ્રોડક્ટ અન્ય દેશોમાં પણ પહોંચે છે.

ધિરજ કુમાર જૈનના મતે ઘણા દેશોનો ઑર્ડર પહેલા જ મળી ગયો છે. આમારા કંપનીનું પ્રોડક્ટ એક્સપોર્ટ માર્કેટ માટે પણ બન્યો છે. ગત વર્ષ રો મટેરિયલના પ્રાઈઝમાં વધારો થયો હતો. તેના કારણે કંપનીના પ્રોડક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. હવે કંપનીનાં માર્જિન પર ઘણો ફોકસ કરી રહ્યા છે. કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે.


ધિરજ કુમાર જૈનના અનુસાર કંપનીનાં ગ્રોથમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં માર્જિનમાં સારો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનો અનુમાન 25 ટકા સુધી ગ્રોથ વધી શકે છે. આ વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2023 માટે ગ્રોથ 25 ટકા કરતા વધું રહેવાની આશા છે.

ધિરજ કુમાર જૈને જણાવ્યું છે કે કંપનીનાં એક્સપોર્ટમાં પણ સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં ડોમેસ્ટિક કરતા યૂરોપ એક્સપોર્ટ વધારે થઈ રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં 25 ટકા કરતા વધું થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024 સુધીમાં પ્રોડક્શનમાં વધારા પર આવી જશું. કંપનીનું કેપેક્સ પણ 400-500 કરોડ સુધી વધી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 28, 2023 1:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.