ડિજિટલ વોલેટ mobikwik (વન mobikwik સિસ્ટમ્સ લિમિટેડ) એ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) વોલેટ ઇ-રૂપી (e₹) લોન્ચ કર્યું છે. આ માટે, mobikwikએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI) અને યસ બેન્ક સાથે પાર્ટનરશીપ કરી છે. mobikwikએ પહેલું ડિજિટલ વોલેટ છે જેણે ઈ-રૂપીનું સંપૂર્ણ વર્ઝન લોન્ચ કર્યું છે. ઇ-રૂપી વોલેટ હવે mobikwikના બધા એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. તે સીમલેસ પીઅર-ટુ-પીઅર (P2P) અને પીઅર-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્જેક્શનને અનેબલ બનાવે છે.