પબ્લિક સેક્ટર બેન્ક યૂનિયન બેન્ક ઑફ ઈન્ડિયા (Union Bank of India)એ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી છે. બેન્કે આ સમયમાં મજબૂત ડબલ ડિજિટ ગ્રોથ દર્જ કરી છે. માર્ચ ક્વાર્ટરમાં બેન્કના સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 93.27 ટકાથી વધીને 2782 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
જ્યારે છેલ્લા વર્ષના સમાન ક્વાર્ટરમાંમાં બેન્કને 1440 કરોડ રૂપિયાનો નફો થયો હતો. બેન્કએ તેના શેરધારકો માટે પ્રતિ શેર 3 રૂપિયાના ડિવિડેન્ડની જાહેરાત પણ કર્યા છે. બેન્કના એક રેગુલેટરી ફાઈલિંગમાં કહ્યું છે કે માર્ચ ક્વાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઇનકમ (NII) 21.88 ટકાથી વધીને 8251 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
કંપનીના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સે 31 માર્ચ 2023એ સમાપ્ત વર્ષ માટે 3 રૂપિયા પ્રતિ શેરના ડિવિડેન્ડની ભલામણ કરી છે. 31 માર્ચ 2023 સુધી બેન્કની CASA ડિપોઝિટમાં વર્ષના આધાર પર 4.47 ટકાનો વધારો થયો છે, જેમાં કુલ ડિપૉઝિટ બેસ 11,17,716 કરોડ રૂપિયા થઈ ગયો છે.
પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા યુનિયન બેન્કના ઈડી, નિધુ સક્સેનાએ કહ્યું કે આ ક્વાર્ટકમાં બેન્કે સારા પરિણામ જાહેર કર્યા છે. આખા વર્ષમાં નવી NPA 12500 કરોડ રૂપિયા પર રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં સારો પરિણામ જાહેર કર્યા છે. અમારા કારોબારમાં 10 ટકાનો વધારો થયો છે.
નિધુ સક્સેનાનું કહેવું છે કે એથી ઈન્ડસ્ટ્રી એવરેજમાં સારો સુધારો થતો જોવા મળી રહ્યો છે. આખા વર્ષ દરમિયાન કંપનીની રીકવરી થઈ છે તે ક્વાર્ટર દર ક્વાર્ટર સ્લિપેઝિસથી ઉપર રહી છે. સ્લિપેઝિસ કર્યા છે તેના કરતા વધારા રિકવરીમાં વધારો જોવા મળ્યો છે. એડવાન્સ 13.05 ટકાથી વધીને 8,09,905 કરોડ રૂપિયા પર થઈ છે.
નિધુ સક્સેનાએ આગળ કહ્યું છે કે જો કંપનીનું સ્લિપેઝિસ રેશ્યો 2 થી પણ નીચે આવ્યો છે. જે બેન્કમાં અંતિમ તારિખ સુધી પેમેન્ટ નહીં આવે તો કોલ સેન્ટરથી નંબર- કાઢીને કૉલ કરે છે. અને પેમેન્ટ માટેનું રિમાઇન્ડર આપ્યે છે. કંપનીનાં પરિણામ સારો રહ્યા છે.
નિધુ સક્સેનાના મતે કંપનીનાં ડિમાન્ડમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના ગ્રોથમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં માર્જિનમાં સારો સુધારો થઈ રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો થઈ રહ્યો છે. કંપનીમાં લોન બુકમાં સારો વધારો થઈ રહ્યા છે.