NESTLE Q2: બીજા ક્વાર્ટરમાં થયો 698.3 કરોડ રૂપિયાનો નફો, કેલેંડર વર્ષની જગ્યાએ ફાઈનાશિંયલ વર્ષ અપનાવશે કંપની | Moneycontrol Gujarati
Get App

NESTLE Q2: બીજા ક્વાર્ટરમાં થયો 698.3 કરોડ રૂપિયાનો નફો, કેલેંડર વર્ષની જગ્યાએ ફાઈનાશિંયલ વર્ષ અપનાવશે કંપની

30 જુન 2023 ના સમાપ્ત થઈ કેલેંડર વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લેની ઘરેલૂ કારોબાર રેવેન્યૂ ગ્રોથ 14.6 ટકા પર રહ્યા છે. જો કે તેના 16-18 ટકા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. બીજા ક્વાર્ટરમાં Nestle એક્સપોર્ટ રેવેન્યૂ ગ્રોથ 25.4 ટકા પર રહી છે.

અપડેટેડ 12:47:47 PM Jul 27, 2023 પર
Story continues below Advertisement
બીજા ક્વાર્ટરમાં NESTLE ની એબિટડા 1058.8 કરોડ રૂપિયા પર અને એબિટડા માર્જિન 22.7 ટકા પર રહી છે.

NESTLE Q2: નેસ્લે ઈંડિયાએ કેલેંડર વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરના પિરણામ રજુ કરી દીધા છે. આ સમયમાં કંપનીના 698.3 કરોડ રૂપિયાનો નફો થયો છે. જો કે કંપનીનો નફો 690 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન લગાવામાં આવ્યુ હતુ. જ્યારે, છેલ્લા વર્ષના આ સમયમાં કંપનીના 515 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ સમયમાં કંપનીની આવક 4658.5 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે તેના 4675 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. જ્યારે, છેલ્લા વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 4,036.6 કરોડ રૂપિયા રહી હતી.

કંપનીના કેલેંડર વર્ષની જગ્યાએ ફાઈનાન્શિયલ વર્ષ અપનાવશે

બીજા ક્વાર્ટરમાં NESTLE ની એબિટડા 1058.8 કરોડ રૂપિયા પર અને એબિટડા માર્જિન 22.7 ટકા પર રહી છે. આ સમયમાં કંપનીના એબિટડા 1050 કરોડ રૂપિયા છે એબિટડા માર્જિનના 22.7 ટકા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. નેસ્લેએ કહ્યુ છે કે તે પોતાના ફાઈનાન્શિયલ વર્ષમાં બદલાવ કરશે. કંપની કેલેંડર વર્ષની જગ્યાએ ફાઈનાન્શિયલ વર્ષ અપનાવશે. હવે નેસ્લેના ફાઈનાન્શિયલ વર્ષ એપ્રિલ-માર્ચ થશે. તેના માટે કંપની પોતાના વર્તમાન ફાઈનાન્શિયલ વર્ષ માર્ચ 2024 સુધી વધશે.


Tech Mahindra ના શેર પરિણામો બાદ તૂટ્યો, બ્રોકરેજથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ

NESTLE ની ઘરેલૂ કારોબાર રેવેન્યૂ ગ્રોથ 14.6 ટકા પર રહી

30 જુન 2023 ના સમાપ્ત થઈ કેલેંડર વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લેની ઘરેલૂ કારોબાર રેવેન્યૂ ગ્રોથ 14.6 ટકા પર રહ્યા છે. જો કે તેના 16-18 ટકા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ. બીજા ક્વાર્ટરમાં Nestle એક્સપોર્ટ રેવેન્યૂ ગ્રોથ 25.4 ટકા પર રહી છે. જો કે તેના 10-25.4 ટકા પર રહી છે. જો કે તેના 10-12 ટકા પર જ રહેવાનું અનુમાન લગાવ્યુ હતુ. 30 જુન 2023 ના સમાપ્ત થયેલ બીજા ક્વાર્ટરમાં કંપનીની એક્સપોર્ટથી થવા વાળી કમાણી વર્ષના આધાર પર 158 કરોડ રૂપિયાથી વધીને 199 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે, આ સમયમાં કંપનીના ઘરેલૂ વેચાણ વર્ષના આધાર પર 3858 કરોડ રૂપિયાથી વધીને 4421 કરોડ રૂપિયા પર રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 27, 2023 12:47 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.