Patanjali Foods Q4 નો નફો 13% વધ્યો, 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત - Patanjali Foods Q4 profit up 13%, announces dividend of Rs 6 per share | Moneycontrol Gujarati
Get App

Patanjali Foods Q4 નો નફો 13% વધ્યો, 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત

Patanjali Foods Share Price: માર્ચ ક્વાર્ટરમાં કુલ રેવેન્યૂ 18.15 ટકા વધીને 7,872.92 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા વર્ષ આ ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્ઝના કુલ રેવેન્યૂ 6663.73 કરોડ રૂપિયો હતો.

અપડેટેડ 10:35:07 AM May 31, 2023 પર
Story continues below Advertisement
પતંજલિ ફૂડ્ઝના બોર્ડે નાણાકીય વર્ષ 2023 માટે 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

Patanjali Foods: પતંજલિ ફૂડ્ઝે 30 મે ના માર્ચ ક્વાર્ટરના પરિણામ રજુ કર્યા હતા. કંપનીના નેટ પ્રૉફિટ માર્ચ ક્વાર્ટરમાં વર્ષ દર વર્ષના આધાર પર 12.49 ટકા વધીને 263.71 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા વર્ષના આ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રૉફિટ 234.43 કરોડ રૂપિયા હતો.

માર્ચ ક્વાર્ટરમાં કુલ રેવેન્યૂ 18.15 ટકા વધીને 7,872.92 કરોડ રૂપિયા રહ્યા. છેલ્લા વર્ષના આ ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્ઝના કુલ રેવેન્યૂ 6663.73 કરોડ રૂપિયા હતો.

પતંજલિ ગ્રુપના FMCG બિઝનેસની રેવેન્યૂ ગ્રોથ જોરદાર રહી છે. માર્ચ 2023 ક્વાર્ટર FMCG બિઝનેસના રેવેન્યૂ 6218.8 કરોડ રૂપિયા રહ્યા જે ફિસ્કલ વર્ષ 2022 માં 1683.24 કરોડ રૂપિયા હતા. ગ્રુપના કુલ રેવેન્યૂમાં FMCG બિઝનેસની ભાગીદારી FY2022 માં 6.95 ટકા હતી જે માર્ચ 2023 માં વધીને 19.72 ટકા થઈ ગઈ છે.


Patanjali Foods ના EBITDA નાણાકીય વર્ષ 2023 માં 1136.60 કરોડ રૂપિયા રહ્યા. જે નાણાકીય વર્ષ 2022 માં ફક્ત 189.04 કરોડ રૂપિયા હતા. કુલ EBITDA માં FMCG બિઝનેસની ભાગીદારી 72 ટકા રહી છે.

પતંજલિ ફૂડ્ઝના બોર્ડે નાણાકીય વર્ષ 2023 માટે 6 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીના પરિણામ 30 મે એટલે મંગળવારના માર્કેટ બંધ થયા બાદ આવ્યા છે.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: May 31, 2023 10:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.