PNB-Punjab National Bank Q3 પરિણામો - વર્ષ-દર-વર્ષના આધાર પર એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણી નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો 628.9 કરોડ રૂપિયાથી વધીને 2222.8 કરોડ રૂપિયા થયો છે. કંપનીની વ્યાજની આવક એટલે કે NII પણ વધી છે. તે 9,179.4 કરોડ રૂપિયાથી વધીને 10,293 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગ્રોસ એનપીએ 6.96 ટકાથી ઘટીને 6.24 ટકા પર આવી ગઈ છે. નેટ NPA 1.47 ટકાથી વધીને 0.96 ટકા પર આવી ગઈ છે
એફઆઈઆઈ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેર ખરીદવાનું ચાલુ રાખે છે. માર્ચ 2023માં હિસ્સો 1.71 ટકા હતો. જૂન 2023માં તે વધીને 1.82 ટકા થઈ ગયો છે. તેના બાદ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે વધીને 2.65 ટકા થઈ ગયો. ડિસેમ્બર 2023માં તે વધીને 3.1 ટકા થયો હતો.
PNB Housing Finance Ltd- કંપનીના શેરમાં મોટી બ્લૉક ડીલ થઈ છે. એક્સચેન્જ પર જાહેર કરાયેલી જાણકારી અનુસાર, 2.5 કરોડ શેરની ડીલ કરવામાં આવી છે. તેની કુલ વેલ્યૂ 2141 કરોડ રૂપિયા છે. આ બ્લૉક ડીલ લગભગ 9.94 ટકા હિસ્સા માટે કરવામાં આવી છે.