REC Q3 Results: પાવર ફાઇનાન્સ કંપનીનો નફો 2878 કરોડ રૂપિયા વધ્યો, વ્યાજ આવકમાં પણ વધારો | Moneycontrol Gujarati
Get App

REC Q3 Results: પાવર ફાઇનાન્સ કંપનીનો નફો 2878 કરોડ રૂપિયા વધ્યો, વ્યાજ આવકમાં પણ વધારો

REC Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના સ્ટેન્ડઅલોન પરિણામો ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં સારા છે. કંપનીએ પહેલી વાર કોઈ કારોબારી વર્ષ ના પહેલા 9 મહિનામાં 10,000 કરોડ રૂપિયાથી વધુ નફો કર્યો છે.

અપડેટેડ 05:01:50 PM Jan 23, 2024 પર
Story continues below Advertisement

REC Q3 Earnings : કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફા અને વ્યાજની આવકમાં વધારો જોવા મળ્યો છે. કંપનીએ કહ્યું કે ફાઇનાન્સ કૉસ્ટમાં પણ વધારો જોવા મળ્યો છે. જોકે, ક્વાર્ટરના આધાર પર કંપનીના ગ્રૉસ એનપીએ અને નેટ એનપીએમાં ઘટાડો જોવા મળ્યો છે. 22 જાન્યુઆરી (મંગળવાર)એ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

વર્ષના આધાર પર કંપનીનો સ્ટેન્ડઅલોન નફો વધ્યો છે. ગયા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 2878 કરોડ રૂપિયા હતા. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં તે વધીને 3269.3 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર સ્ટેન્ડઅલોન નફામાં 13.6 ટકાને વધારો જોવા મળ્યો છે.

ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજની આવકની વાત કરે તો આ 4159 કરોડ રૂપિયા રહી છે. ગયા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક 3525 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર કંપનીની સ્ટેન્ડઅલોન વ્યાજથી આવકમાં 17.9 ટકાની ગ્રોથ જોવા મળી રહી છે.


ફાઇનાન્સ કૉસ્ટની વાત કરે તો ચાલૂ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં RECની ફાઇનાન્સ કૉસ્ટ ક્વાર્ટરના આધારા પર 4 ટકા અને વર્ષના આધાર પર 24.74 ટકા વધી છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની ફાઇનાન્સ કૉસ્ટ 6135 કરોડ રૂપિયા હતી. જે હવે વધીને 7653 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

ક્વાર્ટરના આધાર પર ગ્રૉસ એનપીએમાં પણ સુધારો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીનો GNPA 3.14 ટકા હતો. પરંતુ, હવે ત્રીજા ક્વાર્ટરમાં તે ઘટીને 2.78 ટકા પર આવી ગયો છે.

નેટ એનપીએમાં પણ ક્વાર્ટરના આધાર પર સુધાર જોવા મળ્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં કંપનીની નેટ એનપીએ 0.96 ટકા હતી. પરંતુ, હવે તે ઘટીને 0.82 ટકા પર આવી ગયો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ જણાવ્યું હતું કે કુલ સેક્શન 1,32,049 કરોડ રૂપિયા રહ્યા છે. વર્,ના આધાર પર તેમાં 177 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે, ડિસ્બર્સમેન્ટ પમ વર્ષના આધાર પર 56 ટકા વધીને 46,358 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. લોન એસેટ્સ પરના વ્યાજની આવક 22 ટકા વધીને 11,812 કરોડ રૂપિયા પર રહી છે.

અસેટ ક્વાલિટીમાં સુધાર, લેન્ડિગ રેટમાં વધારો અને ફાઈનાન્સ કૉસ્ટ સારા રીતે મેનેજ કરવાને કારણે ચાલૂ નાણાકીય વર્ષના પહેલા 9 મહિનામાં નફો 10,003 કરોડ રૂપિયા રહ્યો છે. કંપની એ પહેલી વખત કોઈ કીરોબારી વર્ષના પહેલા 9 મહિનામાં 10,000 કરોડ રૂપિયાથી વધુંનો નફો થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 23, 2024 5:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.