Reliance Industries Q4 result: અનુમાનથી સારા રહ્યા પરિણામ, નફો 19 ટકા વધીને 19,299 કરોડ રૂપિયા રહ્યા - Reliance Industries Q4 result: Better-than-expected results, profit up 19 percent to Rs 19,299 crore | Moneycontrol Gujarati
Get App

Reliance Industries Q4 result: અનુમાનથી સારા રહ્યા પરિણામ, નફો 19 ટકા વધીને 19,299 કરોડ રૂપિયા રહ્યા

RIL Q4 Result: માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ કાલે ​​31 ડિસેમ્બર 2023એ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જે મુજબ કંપનીનો નફો 19 ટકાના વધારા સાથે 19,299 કરોડ રૂપિયા પર રહ્યા છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 16203 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 10:01:33 AM Apr 22, 2023 પર
Story continues below Advertisement

RIL Q4 Result: માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ કાલે ​​31 ડિસેમ્બર 2023એ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જે મુજબ કંપનીનો નફો 19 ટકાના વધારા સાથે 19,299 કરોડ રૂપિયા પર રહ્યા છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 16203 કરોડ રૂપિયા પર હતો. જ્યારે નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 15792 કરોડ રૂપિયા હતો.

ચોથા ક્વાર્ટરમાં આવક 2.13 લાખ કરોડ રૂપિયા પર રહી

આ રીતે ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 2.17 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 2.13 લાખ કરોડ રૂપિયા પર રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપની એબિટડા 35,247 કરોડ રૂપિયાથી વધીને 38,440 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે એબિટડા માર્જિન છેલ્લા ક્વાર્ટરમાં 16.2 ટકાથી વધીને 18.05 ટકા પર આવી ગઈ છે.


ઑઈલ ટૂ કેમિકલ (O2C) કારોબારના આવક 1.28 લાખ કરોડ રૂપિયા રહી

ચોથા ક્વાર્ટરમાં કંપનીના ઑઈલ ટૂ કેમિકલ (O2C) કારોબારની આવક છેલ્લા ક્વાર્ટરથી 1.44 લાક કરોડ રૂપિયાથી ઘટીને 1.28 લાખ કરોડ રૂપિયા રહી છે. આ રીતે ઑઈલ ટૂ કેમિકલ (O2C) કારોબારના એબિટડા ક્વાર્ટરના આધાર પર 11891 કરોડ રૂપિયાથી વધીને 14,194 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે ઑઈલ ટૂ કેમિકલ (O2C) બિઝનેસના એબિટડા માર્જિન ત્રીજા ક્વાર્ટરમાં 8.2 ટકાથી વધીને 11 ટકા પર આવી ગયો છે.

ઑઈલ એન્ડ ગેસ બિજનેસના રેવેન્યૂ 4556 કરોડ રૂપિયા પર રહી

ચોથા ક્વાર્ટરમાં RILના ઑઈલ એન્ડ ગેસ બિઝનેસના રેવેન્યૂ ક્વાર્ટરના 4474 કરોડ રૂપિયાથી વધીને 4556 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે તેના એબિટડા ત્રીજા ક્વાર્ટરમાં 3207 કરોડ રૂપિયાથી ઘટીને 3127 કરોડ રૂપિયા પર રહી છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કંપનીના ઑઈલ એન્ડ ગેસ બિઝનેસના એબિટડા માર્જિન 71.7 ટકાથી ઘટીને 68.63 ટકા પર આવી ગઈ છે.

RILના મેનેજમેન્ટએ પરિણામ બાદ કહ્યું કે મજબૂત ગ્લોબલ ડિમાન્ડને કારણે ચોથા ક્વાર્ટરમાંમાં કંપનીના રિફાઈનિંગ માર્જિનમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે ગ્લોબલ માર્કેટથી નબળી ડિમાન્ડને કારણે ડાઉનસ્ટ્રીમ કેમિકલ કારોબારના માર્જિન પર દબાણ જોવા મળ્યો છે. ઘરેલૂ માંગમાં મજબૂતી અને એડવાન્ટેઝ ઈથેન ક્રેકિંગથી ફાયદો પહોંચ્યો છે.

ચોથા ક્વાર્ટરમાં વેચાણ માટે થયું ઉત્પાદન 66.4 mmt રહ્યા છે. તેમાં વર્ષના આધાર પર 2.6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીએ આ પણ કહ્યું કે ડાઉન સ્ટ્રીમ કેમિકલ પ્રોડક્ટના ઘરેલૂ માંગમાં સારો વધારો જોવા મળી શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com નેટવર્ક 18નો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇનવેસ્ટમેન્ટ લિમિટેડ પર ઇન્ડિપેન્ડેન્ટ મીડિયા ટ્રસ્ટ માલિકાના હક છે. તેનું બેનિફિટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 22, 2023 10:01 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.