Shree Cement Q4 Result: દિગ્ગજ સિમેન્ટ કંપની શ્રી સિમેન્ટ (Shree Cement) એ 18 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.
કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 16.7 ટકા વધીને 4,785.1 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 4,099 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4,590 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના સ્ટેન્ડઅલોન એબિટા 2 ટકા ઘટાડાની સાથે 892.4 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 910.6 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 932 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
ચોથા ક્વાર્ટરમાં કંપનીના સ્ટેન્ડઅલોન એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 22.2 ટકા થી ઘટીને 18.7 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 20.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.
પરિણામોની સાથે સાથે કંપનીએ 55 રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવીડન્ડની પણ જાહેરાત કરી છે.