Shree Digvijay Cement Q3: દિગ્વિજય સિમેન્ટનો નફો 9 ટકા વધ્યો, એક વર્ષમાં 50 ટકાથી વધુ રિટર્ન
Cement Company Q3 Results: પરિણામો બાદ કંપનીના સ્ટૉકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્ટૉક સત્ર દરમિયાન 9 ટકા સુધી વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં સ્ટૉક 50 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
Shree Digvijay Cement Q3: સિમેન્ટ સેક્ટરની સ્મૉલ કેપ કંપની શ્રી દિગ્વિજય સિમેન્ટે તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આંકડા મુજબ કંપનીનો નફો ગયા વર્ષની સરખામણીમાં વધીને ત્રણ ગણો થઈ ગયો છે. કંપનીના એબિટડામાં પણ ત્રણ ગણો વધારો થયો છે, કંપનીના અનુસાર ડિસેમ્બર EBITDA તેના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. સેલ્સ વૉલ્યૂમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પરિણામો બાદ સ્ટૉકમાં તેજી જોવા મળી છે
કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ
જાહેર કરાયેલા આંકડા અનુસાર કંપનીનો કન્સોલિડેટેડ નફો ગત વર્ષની સરખામણીમાં 10 કરોડ રૂપિયાથી વધીને 31 કરોડ રૂપિયા પર રહ્યો છે. એટલે કે 210 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે કન્સોલિડેટેડ આવકમાં ઘટાડો થયો છે અને તે ગયા વર્ષની સરખામણીમાં 206 કરોડ રૂપિયાથી ઘટીને 191 કરોડ રૂપિયા પર આવી ગયો છે. એબિટડા પણ નફા સાથે ત્રણ ગણો વધી ગયો છે.
આંકડાના અનુસાર, એબિટડા 49 કરોડ રૂપિયા પર રહ્યો છે જે એક વર્ષ પહેલા 16 કરોડ રૂપિયા પર હતા. એબિડટા ગયા વર્ષની સરખામણીમાં 7.75 ટકાથી વધીને 25.6 ટકા પર રહ્યો છે. જ્યારે પ્રતિ ટન એબિટડા 484 રૂપિયાથી વધીને 1556 રૂપિયા પર પહોંચ્યો છે.
પરિણામો બાદ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન અનિલ સિંઘવીએ કહ્યું કે કંપનીને ખર્ચ ઘટાડવામાં ઘણો ફાયદો થયો છે. જ્યારે ફેસ્ટિવલ સિઝન બાદ સિમેન્ટની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે અને આશા છે કે આગામી સમયમાં વધારો ચાલુ રહેશે.
સ્ટૉકમાં જોવા મળ્યો જોરદાર ઉછાળો
પરિણામો બાદ કંપનીના સ્ટૉકમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્ટૉક સત્ર દરમિયાન 9 ટકા સુધી વધ્યો છે. ટ્રેડિંગ દરમિયાન સ્ટૉક 123.79 ના સ્તર પર પહોંચ્યો છે. ગયા 113.5 ના બંધ સ્તરની સરખામણીએ તેમાં 9 ટકા સુધી વધારો દર્જ થયો છે. સ્ટૉક છેલ્લા એક વર્ષમાં રોકાણકારો માટે ફાયદાનો સોદો સાબિત થયો છે. એક વર્ષ પહેલા સ્ટૉક 75ના સ્તરની નીચે કારોબાર કરી રહ્યો હતો.