Shriram Finance Q1 Result: શ્રીરામ ફાઇનાન્સ (Shriram Finance)એ FY24ના પહેલા ક્વાર્ટરમાં પરિણામની જાહેરાત કરી દીધી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં Shriram Financeનો નેટ પ્રોફિટ 25.13 ટકા વધીને 1675.44 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 1338.95 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો. તેની સિવાય, 30 જૂને સમાપ્ત પહેલા ક્વાર્ટરમાં નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII) 11.31 ટકા વધી છે, અને 4435.27 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 3984.44 કરોડ રૂપિયા હતી.