South Indian Bank Q1 Results: પ્રાઈવેટ સેક્ટરની દિગ્ગજ બેંક સાઉથ ઈન્ડિયન બેંકએ આજે એટલે કે 20 જુલાઈના પહેલા ક્વાર્ટરના એટલે કે એપ્રિલ-જુન 2023-24 ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. બેંક દ્વારા રજુ થયેલા આંકડાઓના મુજબ નફો 202.3 કરોડ રૂપિયા થયો. જ્યારે વ્યાજ આવક 807.7 કરોડ રૂપિયા પર પહોંચી છે.
નાણાકીય વર્ષ 2024 ના પહેલા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેંકનો નફો 76 ટકા વધીને 202.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના પહેલા ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેંકનો નફો 115 કરોડ રૂપિયા રહ્યો હતો.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેંકના ગ્રૉસ એનપીએ 5.14 ટકાથી ઘટીને 5.13 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં સાઉથ ઈન્ડિયન બેંકના નેટ એનપીએ 1.86 ટકાથી ઘટીને 1.85 ટકા રહ્યા છે.
રૂપિયામાં સાઉથ ઈન્ડિયન બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 3,708.3 કરોડ રૂપિયાથી વધીને 3,803.9 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર સાઉથ ઈન્ડિયન બેંકના પહેલા ક્વાર્ટરમાં નેટ એનપીએ 1,293.6 કરોડ રૂપિયાથી વધીને 1,325.7 કરોડ રૂપિયા રહ્યા છે.