ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સે ડિસેમ્બર 2023માં સમાપ્ત ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ અપેક્ષા કરતા ઓછો નફો દર્જ કર્યો છે. ડિસેમ્બરમાં સમાપ્ત થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 60.3 ટકા ઘટીને 158 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 398 કરોડ રૂપિયા હતો. કંપનીની આવકમાં પણ 10.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની આવક ઘટીને 3,730 કરોડ રૂપિયા પર આવ્યો છે, જે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં 4,148 કરોડ રૂપિયા પર હતી.
ટાટા કેમિકલ્સના EBITDA વિશે વાત કરીએ તો તે પણ વર્ષ દર વર્ષના આધાર પર 922 કરોડ રૂપિયાથી ઘટીને 542 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે EBITDA માર્જિન વર્ષ દર વર્ષના આધાર પર 2.2 ટકાથી ઘટીને 14.5 ટકા પર આવ્યું છે.
ટાટા કેમિકલ્સનો શેર સોમવારે 2.04 ટકાના ઘટાડા સાથે 977 રૂપિયા પર બંધ થયો છે. શેરના 52 વીક હાઇ 1,141 રૂપિયા છે. શેર હોલ્ડિંગ વિશે વાત કરીએ તો, ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં પ્રમોટર્સનો હિસ્સો બદવ્યા વગર 37.98 ટકા પર યથાવત રહ્યો છે, જ્યારે ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 7.24 ટકાથી ઘટીને 6.14 ટકા થયું છે.
ટાટા ગ્રૂપની કંપની ટાટા કેમિકલ્સના વેશ્વિક પહોંચ એશિયા, ઉત્તર અમેરિકા, યુરોપ અને આફ્રિકા સુધી છે. બેસિક કેમિસ્ટ્રી પ્રોડક્ટ રેન્જમાં સોડા એશ, સોડિયમ બાઈકાર્બોનેટ અને ગ્લાસ, ડિટર્જન્ટ અને અન્ય ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટની દુનિયાના અમુક સૌથી મોટા નિયમઓના અન્ય પ્રમુખ ઈન્ગ્રેડિએન્ટ શામેલ છે.