Tata Consumer Q1: ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ (TCPL)એ Fy24ના પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 29 ટકા વધીને 358.57 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ 276.51 કરોડ રૂપિયાનો નફો થયો હતો. આ ક્વાર્ટરમાં કંપનીનો ગ્રૂપનો નેટ પ્રોફીટ 22 ટકા વધીને 338 કરોડ રૂપિયા થયો છે. કંપનીનો નફો ગયા ક્વાર્ટરના 345.58 કરોડ રૂપિયાની સામે 3.7 ટકા વધ્યો છે.