Tata Motors Q1: વર્ષ દર વર્ષના આધાર પર નફો ₹3,089 કરોડ થયો, આવક 42.1% વધી
જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધીને 3,089.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીને 4,987 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.
Tata Motors Q1 Result:ટાટા મોટર્સ (Tata Motors) એ 25 જુલાઈ ના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
નફામાં વધારો
જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધીને 3,089.7 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીને 4,987 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 2,656 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 42.1 ટકા વધીને 1.02 લાખ કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 71,934 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 1.01 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
એબિટામાં આવ્યો વધારો
વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા વધીને 13,218.4 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 3,180 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 12,025 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 4.4 ટકા થી વધીને 13 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 11.8 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.
પરિણામોની જાહેરાતની પહેલા ટાટા મોટર્સે જણાવ્યુ હતુ કે સંબંધિત સમયમાં તેના ગ્લોબલ હોલસેલ આંકડાઓ (જેગુઆર લેંડ રોવર સહિત) માં વર્ષના આધાર પર 5 ટકાનો વધારો થયો અને આ દરમ્યાન વેચાણના આંકડા 3,22,159 યૂનિટ રહ્યા. આ દરમ્યાન પેસેંજર વ્હીકલનું વેચાણ 8 ટકાના વધારાની સાથે 1,40,450 યૂનિટ રહી.
જુન 2023 ક્વાર્ટરમાં કંપનીના જેગુઆર અને લેંડ રોવરનું વેચાણ ક્રમશ: 10,324 અને 82,929 યૂનિટ રહી. બન્નેને મળેવી દીધા, તો કંપનીની લગ્ઝરી એકમે 93,253 ગાડીઓ વેચી, જો એક વર્ષ પહેલાના આ ક્વાર્ટરના મુકાબલે 30 ટકા વધારે છે. કંપનીનો નફો અનુમાનોથી સારો રહ્યો છે. પાંચ બ્રોકરેજ ફર્મોએ સંબંધિત સમયમાં કંપનીનો નફો 2,546 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન જતાવામાં આવ્યુ હતુ. બૉમ્બે સ્ટૉક એક્સચેંજ (BSE) માં 25 જુલાઈના કંપનીના શેર 1.62 ટકાના વધારાની સાથે 639.45 પર બંધ થયો.