Tata Motors Q2 Result: વર્ષના આધાર પર કંપની ખોટ માંથી નફામાં આવી, કંપનીનો નફો ₹3764 પહોંચ્યો
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 32 ટકા વધીને 1.05 લાખ કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 0.8 લાખ કરોડ રૂપિયા પર રહી હતી.
Tata Motors Q2 Result: ઑટો સેક્ટરની દિગ્ગજ કંપની ટાટા મોટર્સ (Tata Motors) એ 02 નવેમ્બરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં ટાટા પાવર ખોટ માંથી નફામાં આવી છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.
નફામાં વધારો
બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધીને 3,764 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીને 945 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 4,039 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
આવકમાં વધારો
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 32 ટકા વધીને 1.05 લાખ કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 0.8 લાખ કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 1.05 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
એબિટામાં આવ્યો વધારો
વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા વધારાની સાથે 13,767 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 5,571 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 13,681 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 7 ટકા થી વધીને 13.1 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 12.8 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.
બીજા ક્વાર્ટરમાં જેએલઆરના રેવેન્યૂ 6.9 બિલિયન પાઉંડ રહ્યા અને છેલ્લા સત્રના રેવેન્યૂ રેકૉર્ડ 13.8 બિલિયન પાઉંડ રહ્યા, જે વર્ષના આધાર પર ક્રમશ: 30 ટકા અને 42 ટકા વધારે છે. હાયર હોલસેલ, બેટર મિક્સ, ખર્ચમાં કપાત અને ડિમાંડ જનરેશનમાં રોકાણના ચાલતા આ પ્રદર્શન જોવાને મળ્યુ છે.