Tata Motors Q2 Results: ટાટા મોટર્સે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીના પરિણામો અપેક્ષા કરતા નબળા રહ્યા હતા. કંપનીએ બજાર બંધ થયા બાદ માહિતી આપી છે કે આ સમયગાળા દરમિયાન કંપનીનો કોન્સોલિડેટેડ નફો ઘટીને ₹3343 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉ આ ત્રિમાસિકમાં ₹3764 કરોડ હતો. જોકે, સીએનબીસી ટીવી 18ના પોલમાં ₹4,317 કરોડના નફાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. કંપનીના નફામાં આ ઘટાડો 11 ટકા છે.
ટાટા મોટર્સની કોન્સોલિડેટેડ આવક વાર્ષિક ધોરણે ₹1.05 લાખ કરોડથી ઘટીને ₹1.01 લાખ કરોડ થઈ છે. જ્યારે અંદાજ 1.03 લાખ કરોડ રૂપિયા હતો. એવું કહેવાય છે કે કંપનીના લક્ઝરી યુનિટ જગુઆર લેન્ડ રોવરના ધીમા વેચાણ અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને કારણે ઓટોમેકરની આવક પર અસર પડી છે. ટાટા મોટર્સે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹12,159 કરોડનો EBITDA નોંધાવ્યો છે, જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં ₹13,767 કરોડ હતો. કંપનીનું EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 13.1 ટકાથી ઘટીને 12 ટકા થયું છે.
કંપનીના શેર શુક્રવારે 1.98 ટકાના ઘટાડાની સાથે 803.55 રૂપિયા પર બંધ થયા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 25.06 ટકાની તેજી જોવાને મળી છે. શેર 52 વીક હાઈ 1,179 રૂપિયા છે.