TCSમાં ₹100 કરોડનું જોબ કૌભાંડ આવ્યું બહાર, કંપનીએ 4 વરિષ્ઠ અધિકારીઓની કરી હકાલપટ્ટી
દેશની સૌથી મોટી આઈટી કંપનીઓમાંથી એક ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં નોકરી આપવાના નામે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. કંપનીમાં કર્મચારીઓની ભરતીની જવાબદારી કેટલાક વરિષ્ઠ અધિકારીઓ વર્ષોથી ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં સ્ટાફિંગ ફર્મ્સ પાસેથી લાંચ લેતા હતા.
ફરિયાદકર્તાએ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)ને એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે કંપનીના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપ (આરએમજી)ના ગ્લોબલ હેડ ઈએસ ચક્રવર્તી છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લઈ રહ્યાં છે.
દેશની સૌથી મોટી આઈટી કંપનીઓમાંથી એક ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં નોકરી આપવાના નામે કૌભાંડનો મામલો સામે આવ્યો છે. કંપનીમાં કર્મચારીઓની ભરતીની જવાબદારી કેટલાક વરિષ્ઠ અધિકારીઓ વર્ષોથી ઉમેદવારોને નોકરી આપવાના બદલામાં સ્ટાફિંગ ફર્મ્સ પાસેથી લાંચ લેતા હતા. લાઈવમિન્ટના અહેવાલ મુજબ, ફરિયાદકર્તાએ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ)ને એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે કંપનીના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપ (આરએમજી)ના ગ્લોબલ હેડ ઈએસ ચક્રવર્તી છેલ્લાં કેટલાંય વર્ષોથી સ્ટાફિંગ કંપનીઓ પાસેથી લાંચ લઈ રહ્યાં છે.
આ ફરિયાદ બાદ ટીસીએસે મામલાની તપાસ માટે ત્રણ અધિકારીઓની ટીમ બનાવી હતી. ટીમમાં TCSના મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી અજીત મેનન પણ સામેલ હતા.
આ તપાસ બાદ ટીસીએસે તેના રિક્રુટિંગ હેડને રજા પર મોકલી દીધા હતા. તે જ સમયે, તેના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપ (આરએમજી) ના 4 વરિષ્ઠ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા અને ત્રણ સ્ટાફિંગ કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટનો હોદ્દો સંભાળી રહેલા ES ચક્રવર્તીને ઓફિસમાં આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ તેમનું ઓફિશિયલ ઈમેલ આઈડી હજુ પણ એક્ટિવ છે. આરબીએમ વિભાગના અન્ય અધિકારી અરુણ જીકેને પણ બરતરફ કરવામાં આવ્યા છે.
લાઇવમિન્ટે TCSના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે, "આચારસંહિતાના ઉલ્લંઘન અંગેની ફરિયાદો સમયાંતરે આવે છે, પરંતુ કંપની પાસે તેની તપાસ અને ઉકેલ લાવવા માટે મજબૂત પ્રક્રિયાઓ છે."
જો કે, TCS એ હજુ સુધી ગેરરીતિની રકમ જાહેર કરી નથી. પરંતુ એવો અંદાજ છે કે આ કૌભાંડમાં સામેલ લોકોએ કમિશનના માધ્યમથી ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયાની કમાણી કરી હશે.