Tech Mahindra Q1 Result: ટેક મહિન્દ્રા (Tech Mahindra) એ 26 જુલાઈ ના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ઘટાડો જોવાને મળ્યો છે.
કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 4.1 ટકા ઘટીને 13,159 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 13,718 કરોડ રૂપિયા પર રહી હતી.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 32.4 ટકા ઘટાડાની સાથે 891.4 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1530.3 કરોડ રૂપિયા પર હતા.
પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 11.2 ટકા થી ઘટીને 6.7 ટકા પર આવી ગયા છે.
ટેક મહિન્દ્રાનું કહેવું છે કે આ ક્વાર્ટર પડકારજનક હતું કારણ કે આવક વધારે મજબૂત હેડવિન્ડ્સનો સામનો કરવો પડ્યો હતો