Titan Company Q2 Result: ટાઈટન (Titan Company) એ 03 નવેમ્બરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં ટાઈટનનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 33.6 ટકા વધીને 11,660 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 8,730 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10,210 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 9.8% વધારાની સાથે 1355 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1234 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 1253 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 14.1 ટકા થી ઘટીને 11.6 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 12.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.