Titan Company Q3: વર્ષના આધાર પર કંપનીનો નફો 9.4% વધ્યો, આવક 20% વધી | Moneycontrol Gujarati
Get App

Titan Company Q3: વર્ષના આધાર પર કંપનીનો નફો 9.4% વધ્યો, આવક 20% વધી

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 9.4 ટકા વધીને 1040 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 20 ટકા વધીને 13,052 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 07:44:02 PM Feb 01, 2024 પર
Story continues below Advertisement
Titan Company Q3: 31 ડિસેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Titan Company Q3 Result: ટાઈટન કંપની (Titan Company) એ 01 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 9.4 ટકા વધીને 1040 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 951 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 10875 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં વધારો

    કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 20 ટકા વધીને 13,052 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 10,875 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 13,175 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 9.5 ટકા વધારાની સાથે 1457 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1330 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 1580 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 12.2 ટકા થી ઘટીને 11.2 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 12 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    January Auto Sales: જાન્યુઆરીમાં મારૂતિએ વેચી 1.99 લાખ ગાડીઓ, જાણો બીજી કંપનીઓની કેવી રહી ચાલ

    MoneyControl News

    MoneyControl News

    First Published: Feb 01, 2024 7:44 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.