UPL Q2 Result: યુપીએલ (UPL) એ 30 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપની નફા માંથી ખોટમાં આવી છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ ઘટાડો જોવાને મળ્યો છે.
UPL Q2 Result: યુપીએલ (UPL) એ 30 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપની નફા માંથી ખોટમાં આવી છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ ઘટાડો જોવાને મળ્યો છે.
નફા માંથી ખોટમાં આવી
બીજા ક્વાર્ટરમાં કંપનીને વર્ષના આધાર પર 189 કરોડ રૂપિયાની ખોટ થઈ છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 814 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 324 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
આવકમાં ઘટાડો
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 18.7 ટકા ઘટીને 10,170 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 12,507 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10,811 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
એબિટામાં આવ્યો ઘટાડો
વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 43.1 ટકા વધારાની સાથે 1,575 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 2,768 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 2,059 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 22.5 ટકા થી ઘટીને 15.5 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 19 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.