UPL ના પરિણામ રજુ, જાણો Q4 માં કેવુ રહ્યુ કંપનીનું પ્રદર્શન - UPL results, know how the company performed in Q4 | Moneycontrol Gujarati
Get App

UPL ના પરિણામ રજુ, જાણો Q4 માં કેવુ રહ્યુ કંપનીનું પ્રદર્શન

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 42.6 ટકા ઘટીને 792 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 1379 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 04:17:05 PM May 08, 2023 પર
Story continues below Advertisement
યૂપીએલ (UPL) એ 08 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    UPL Q4 Result: યૂપીએલ (UPL) એ 08 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. પરંતુ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 42.6 ટકા ઘટીને 792 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 1379 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1858 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવક વધી

    કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 4.5 ટકા વધીને 16,569 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 15,861 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 17,143 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 16.1 ટકા ઘટાડાની સાથે 3015 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 3592 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 3840 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 22.6 ટકા થી ઘટીને 18.2 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 22.4 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    29 કરોડ રૂપિયાનો થયો વન ટાઈમ લૉસ

    ચોથા ક્વાર્ટરમાં કંપનીને 29 કરોડ રૂપિયાનો વન ટાઈમ લૉસ થયો છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીને 168 કરોડ રૂપિયાનો વનટાઈમ લોસ થયો હતો.

    FY24 ના રેવેન્યૂ ગ્રોથ 6-10 ટકા રહેવાનું અનુમાન

    FY23 માં કંપનીના રેવેન્યૂમાં 16 ટકાનો ગ્રોથ જોવાને મળ્યો જ્યારે કંપનીએ 12-15 ટકા ગ્રોથ ગાઈડેંસ રાખ્યો હતો. જ્યારે, FY23 માં EBITDA Growth 10 ટકા રહ્યો છે જ્યારે કંપનીએ 15-18 ટકા ગ્રોથ ગાઈડેંસ રાખ્યો હતો. કંપનીએ FY24 ના રેવેન્યૂ ગ્રોથ 6-10 ટકા અને એબિટડા 8-12 ટકાના ગ્રોથનું અનુમાન જતાવ્યુ છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: May 08, 2023 3:18 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.