Wagh Bakri Director Parag Desai Dies: ‘વાઘ બકરી' ચાના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું બ્રેઈન હેમરેજથી નિધન | Moneycontrol Gujarati
Get App

Wagh Bakri Director Parag Desai Dies: ‘વાઘ બકરી' ચાના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું બ્રેઈન હેમરેજથી નિધન

Wagh Bakri Director Parag Desai Dies: વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 ઓક્ટોબરના રોજ પરાગ દેસાઈ રસ્તાના કૂતરાઓનો પીછો કરવાથી બચવાનો પ્રયાસ કરતી વખતે તેમના ઘરની બહાર પડી ગયો હતો, ત્યારબાદ તેમને બ્રેઈન હેમરેજ થયું હતું.

અપડેટેડ 01:06:20 PM Oct 23, 2023 પર
Story continues below Advertisement
Wagh Bakri Director Parag Desai Dies: વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે નિધન થયું છે.

Wagh Bakri Director Parag Desai Dies: વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 ઓક્ટોબરના રોજ પરાગ દેસાઈ રસ્તાના કૂતરાઓનો પીછો કરવાથી બચવાનો પ્રયાસ કરતી વખતે તેમના ઘરની બહાર પડી ગયા હતા, ત્યારબાદ તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. સિક્યોરિટી ગાર્ડને આ ઘટનાની જાણ થઈ અને ત્યારબાદ દેસાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તેઓ ઘણા દિવસો સુધી વેન્ટિલેટર પર રહ્યા. પરાગ દેસાઈ બકરી ટી બ્રાન્ડના માલિક છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 15 ઓક્ટોબરના રોજ પરાગ દેસાઈ પોતાના ઘર નજીક ઈસ્કોન-આંબલી રોડ પર મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ રખડતા કૂતરા પડ્યા હતા. જેથી ડૉગ એટેકથી બચવાના ચક્કરમાં તેઓ લપસી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

જે બાદ પરાગ દેસાઈને સારવાર અર્થે સૌ પ્રથમ શહેરની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી સર્જરી માટે તેમને શહેરની ઝાયડસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતા. પરાગ દેસાઈના અવસાનથી ઉદ્યોગ જગતમાં શોક વ્યાપી ગયો છે.


જણાવી દઈએ કે, પરાગ દેસાઈ વાઘ બકરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રસેસ દેસાઈના પુત્ર છે. ન્યૂયોર્કથી MBAનો અભ્યાસ કરનાર પરાગ દેસાઈ 1995માં વાઘ બકરી ગ્રુપ સાથે સંકળાયા હતા. તેઓ કંપનીમાં સેલ્સ, માર્કેટિંગ અને એક્સપોર્ટ્સનું કામકાજ જોતા હતા.

પરાગ દેસાઈને વ્યાપારનો લાંબો અનુભવ હતો

પરાગ દેસાઈ વાઘ બકરી ટી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રસેશ દેસાઈના પુત્ર હતા. તેમની પાસે 30 વર્ષથી વધુનો બિઝનેસ અનુભવ હતો. દેસાઈ કંપનીના સેલિંગ, માર્કેટિંગ અને નિકાસ વિભાગનું નેતૃત્વ કરતા હતા. કંપનીનું ટર્નઓવર રૂપિયા 1,500 કરોડથી વધુ છે. દેસાઈ ઉદ્યોગનો અવાજ ઉઠાવવામાં અગ્રેસર રહ્યા છે. તેઓ CIIનો હિસ્સો પણ રહી ચૂક્યા છે. વાઘ બકરી ચાની વેબસાઈટ અનુસાર, તે ચાના સ્વાદમાં નિષ્ણાત (ટી ટેસ્ટર એક્સપર્ટ) હતા અને સારી સમજ ધરાવતા હતા.

આ પણ વાંચો - Navratri 2023 Day 9: નવરાત્રીના અંતિમ દિવસે કરો દેવી સિદ્ધિદાત્રીની પૂજા, જાણો પૂજા પદ્ધતિ, મંત્ર અને અર્પણ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 23, 2023 1:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.